Banaskantha : વાવ વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ, જુઓ Video

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાન સભાની પેટાચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાવવાની છે. ત્યારેબનાસકાંઠાના અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પાસેથી રોકડ ઝડપાવાની ઘટના સામે આવી છે. 7 કરોડથી વધુ રોકડ સાથે મહેસાણાના 2 શખ્સ ઝડપાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2024 | 11:32 AM

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાન સભાની પેટાચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાવવાની છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પાસેથી રોકડ ઝડપાવાની ઘટના સામે આવી છે. 7 કરોડથી વધુ રોકડ સાથે મહેસાણાના 2 શખ્સ ઝડપાયા હતા. હવાલા નેટવર્કથી રોકડની હેરફેર થતી હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.આરોપીઓને કાર અને હવાલાના નાણાં દિલ્લીના ધોળાકુવામાં અપાયા હતા.

કાર અને રોકડની અમદાવાદમાં આપવાની હતી ડિલિવરી

ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદમાં કાર અને નાણાંની ડિલિવરી કરવાની હોવાનો ખુલાસો કર્યો હતો. કારમાં ચાલકની સીટ અને તેની બાજુની સીટની નીચે રુપિયા સંતાડ્યા હતા. આબુ રોડના રિકો પોલીસની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મળેલી રોકડ અંગે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. રાજ્સ્થાન પોલીસે ઝડપાયેલી કાર અને આરોપીને રિકો પોલીસ સ્ટેશન લઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે માવલ ચેકપોસ્ટ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી છે. જ્યાં ગુજરાત પાસિંગની એક કારને બાતમીના આધારે પોલીસે રોકીને પૂછપરછ કરી હતી કે કારમાં શું છે ? ત્યારે તેમાં સવાર બન્ને યુવાનો સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે કારની તપાસ હાથ ધરી અને ત્યાં 7 કરોડની માતબર રકમ મળી આવી હતી.

Follow Us:
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">