Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે

|

Nov 28, 2021 | 7:52 AM

આ માટે તમારે બચત અને ખર્ચને એવી રીતે રાખવો પડશે કે તમે તેના પર મળનારી ટેક્સ છૂટનો પૂરો લાભ લઈ શકો. અમે તમને આ પદ્ધતિ ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવા જઈ રહ્યા છીએ. જે પછી તમે તમારી ટેક્સની જવાબદારીને શૂન્ય કરી શકો છો.

Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે
LTCG Tax

Follow us on

Income Tax Savings: જો તમારો પગાર વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ છે અને તમારી કમાણીનો મોટો હિસ્સો સરકારને ટેક્સ તરીકે જાય છે. તમને લાગે છે કે તમારી પાસે ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો નથી તેથી ટેક્સ ભરવો યોગ્ય છે , તો તમારો વિચાર ખોટો છે. ભલે તમારો પગાર વાર્ષિક રૂપિયા 10.5 લાખ હોય છતાં તમારે 1 રૂપિયો પણ ટેક્સ નહિ ભરવો પડે

આ માટે તમારે બચત અને ખર્ચને એવી રીતે રાખવો પડશે કે તમે તેના પર મળનારી ટેક્સ છૂટનો પૂરો લાભ લઈ શકો. અમે તમને આ પદ્ધતિ ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવા જઈ રહ્યા છીએ. જે પછી તમે તમારી ટેક્સની જવાબદારીને શૂન્ય કરી શકો છો.

એક ઉદાહરણથી સમજો , ધારો કે તમારો પગાર વાર્ષિક રૂ. 1050000 છે અને જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે તો તમે 30% સ્લેબમાં છો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

1- પહેલા તમે રૂ. 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે ઘટાડો
10,50,0000-50,000 = 10,00,000 રૂપિયા

2- આ પછી તમે 80C હેઠળ 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો. આમાં તમે EPF, PPF, ELSS, NSC માં રોકાણ પર આવકવેરા મુક્તિ અને બે બાળકો માટે ટ્યુશન ફી તરીકે વાર્ષિક 1.5 લાખ બાદ મેળવી શકો છો.
10,000,000- 1,50,000 = 8,50,000 રૂપિયા

3- જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) માં વાર્ષિક 50,000 રોકાણ કરો છો તો આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ તમને અલગથી આવકવેરો(Income Tax) બચાવવા માટે મદદ મળશે.
8,50,000-50,0000 = 8,00,000 રૂપિયા

4- જો તમે હોમ લોન લીધી હોય તો આવકવેરાની કલમ 24B હેઠળ તમે રૂપિયા 2 લાખના વ્યાજ પર કર મુક્તિનો દાવો કરી શકો છો.
8,00,000-2,00,000 = 6,00,000 રૂપિયા

5- આવકવેરાની કલમ 80D હેઠળ પત્નીઓ, બાળકો અને પોતે હેલ્થ ચેકએ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમના કપાતનો દાવો કરી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમીયમ માટે 25,000 ડિડક્શન મળી શકે છે . વધુમાં જો તમે તમારા માતાપિતા માટે આરોગ્ય વીમો ખરીદો છો તો તમે રૂપિયા 50000 સુધી વધારાની કપાત મેળવી શકો છો. આ માટે શરત એ છે કે માતાપિતા વરિષ્ઠ નાગરિકો હોવા જોઈએ.
6,00,000-75,000 = 5,25,000 રૂપિયા

6- આવકવેરાની કલમ 80G હેઠળ સંસ્થાઓને દાન તરીકે આપવામાં આવેલી રકમ પર કર કપાતનો દાવો કરી શકો છો. ધારો કે તમે દાન રૂ. 25,000 આપ્યું છે તો તમે તેના પર ટેક્સ છૂટ મેળવી શકો છો. જો કે દાનની પુષ્ટિ કરવા માટે તમારે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે. જે સંસ્થાને દાન આપવામાં આવે છે તેની પાસેથી સ્ટેમ્પ વાળી રસીદ મળવી જોઈએ. આ દાનનો પુરાવો હશે જે ટેક્સ કપાત સમયે જમા કરાવવાનો રહેશે.
5,25,000-25,000 = 5,00,000 રૂપિયા

7- તો હવે તમારે માત્ર રૂપિયા 5 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. તમારી કર જવાબદારી રૂ. 12,500 (2.5 લાખના 5%) રહેશે. પરંતુ, મુક્તિ રૂ 12,500 છે જેથી 5 લાખના સ્લેબ પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે.

કુલ ટેક્સ ડિડક્શન = 500,000
નેટ ઇન્કમ = 5,00,000
ટેક્સની જવાબદારી = 00

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત સરકીને 72 ડોલર સુધી પહોંચી, આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલના શું છે રેટ?

 

આ પણ વાંચો : કેટલા પ્રકારના હોય છે લાઈફ ઇન્શ્યોરન્સ ? તમારા માટે ક્યો પ્લાન રહેશે બેસ્ટ? જાણો આ અહેવાલમાં

Next Article