કોમર્શિયલ વ્હીકલની ખરીદીના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, જાણો બજાર માંગનો કેટલો હિસ્સો ગુજરાતે ખરીદ્યો?

Auto Sales in India: સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશનએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.

કોમર્શિયલ વ્હીકલની ખરીદીના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, જાણો બજાર માંગનો કેટલો હિસ્સો ગુજરાતે ખરીદ્યો?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2024 | 6:50 AM

Auto Sales in India: સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશનએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.

આ સિવાય રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા રાજ્યમાં બાઇકની માંગ વધુ છે અને કમર્શિયલ વાહનોની માંગમાં કયું રાજ્ય આગળ છે? તમને જણાવી દઈએ કે દર મહિને સિયામનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે. આ સંબંધમાં, SIAM એ અન્ય એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આધારે ઓટો સેક્ટરની માંગ વિશે માહિતી આપવામાં આવી છે.

ગુજરાતમાં પેસેન્સર વાહનોની માંગનો હિસ્સો  8.46% છે

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં પેસેન્જર વાહનો અથવા કારની સૌથી વધુ માંગ છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં મહારાષ્ટ્રનો હિસ્સો 11.96 ટકા છે. આ પછી ઉત્તર પ્રદેશનો 10.04 ટકા અને ત્રીજા ક્રમે ગુજરાતનો 8.46 ટકા હિસ્સો છે. કર્ણાટકનો 7.07 ટકા, તમિલનાડુનો 6.61 ટકા, હરિયાણાનો 6.60 ટકા, દિલ્હીનો 5.94 ટકા, રાજસ્થાનનો 5.26 ટકા, કેરળનો 4.39 ટકા, તેલંગણાનો 4.11 ટકા. મધ્ય પ્રદેશ ભારતનો હિસ્સો 4.08 ટકા, પંજાબનો 3.44 ટકા, આંધ્ર પ્રદેશનો 2.79 ટકા, પશ્ચિમ બંગાળનો 2.66 ટકા, આસામનો 2.51 ટકા અને અન્ય રાજ્યોનો 14.01 ટકા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ટુ વહીલર સેગમેન્ટમાં કયું રાજ્ય આગળ છે?

ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો આ સેગમેન્ટમાં ઉત્તર પ્રદેશ આગળ છે. ટુ-વ્હીલરના કુલ વેચાણમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 14.35 ટકા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 10.98 ટકા, મધ્યપ્રદેશ 7.14 ટકા, તમિલનાડુ 6.92 ટકા, રાજસ્થાન 6.90 ટકા અને ગુજરાત 6.29 ટકા છે. આ સિવાય પંજાબ, છત્તીસગઢ, હરિયાણા જેવા રાજ્યોના નામ સૌથી ઓછી યાદીમાં સામેલ છે.

કયા રાજ્યમાં કોમર્શિયલ વાહનમાં સ્થિતિ શું છે?

કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો કુલ વેચાણમાં મહારાષ્ટ્ર ફરી અવ્વ્લ છે. મહારાષ્ટ્રનો હિસ્સો 13.24 ટકા છે. ઉત્તર પ્રદેશનો હિસ્સો 9.84 ટકા, ગુજરાતનો 8.69 ટકા, કર્ણાટકનો 7.23 ટકા, રાજસ્થાનનો 7.03 ટકા છે. આ સિવાય સૌથી ઓછો હિસ્સો ધરાવતા રાજ્યોમાં દિલ્હી, છત્તીસગઢ, આસામ, તેલંગાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">