EPF Tax Calculation : નવા નિયમો હેઠળ TDS કેવી રીતે કાપવામાં આવશે? જાણો ગણતરીની રીત અહેવામાં

ફાયનાન્સ એક્ટ 2021માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જો કોઈ કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં નાણાકીય વર્ષમાં રૂ. 2.5 લાખથી વધુનું યોગદાન આપે છે તો રૂ. 2.5 લાખથી વધુની થાપણો પર મળતા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.

EPF Tax Calculation : નવા નિયમો હેઠળ TDS કેવી રીતે કાપવામાં આવશે? જાણો ગણતરીની રીત અહેવામાં
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:47 AM

EPF ખાતામાં જમા કરાયેલ રૂ. 2.5 લાખથી વધુ રકમ પર મળતું વ્યાજ હવે કરપાત્ર છે. 1લી એપ્રિલ 2022થી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. મતલબ કે 1 એપ્રિલ 2022થી તમારા Employees’ Provident Fund Organisation – EPF ખાતામાં જમા કરાયેલા નાણાં પર મળેલા વ્યાજ પર ટેક્સની ગણતરી કરવામાં આવશે. ફાયનાન્સ એક્ટ 2021માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જો કોઈ કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં નાણાકીય વર્ષમાં રૂ. 2.5 લાખથી વધુનું યોગદાન આપે છે તો રૂ. 2.5 લાખથી વધુની થાપણો પર મળતા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.ચાલો સમજીએ કે નવો નિયમ શું છે? આ તમને કેટલી અને કેવી અસર કરશે? કરપાત્ર અને બિન-કરપાત્ર EPF પર TDS કેવી રીતે કાપવામાં આવશે?

EPF પર ટેક્સનું નવું ગણિત?

પ્રોવિડન્ટ ફંડ ખાતાનો વધુ લાભ લેનારાઓને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ફાયનાન્સ એક્ટ 2021માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જો કોઈ કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં નાણાકીય વર્ષમાં રૂ. 2.5 લાખથી વધુનું યોગદાન આપે છે તો રૂ. 2.5 લાખથી વધુની થાપણો પર મળતા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. ધારો કે જો ખાતામાં રૂ. 3 લાખ છે તો વધારાના રૂ. 50,000 પર મળતા વ્યાજ પર ટેક્સ લાગશે.

બે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ બનાવવામાં આવશે

હવે પ્રોવિડન્ટ ફંડમાં બે ખાતા હશે. પ્રથમ- કરપાત્ર ખાતું અને બીજું- કરપાત્ર ખાતું.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

બિન-કરપાત્ર: સમજો કે જો કોઈ વ્યક્તિના EPF ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે તો નવા નિયમ હેઠળ 31 માર્ચ, 2022 સુધી જમા કરાયેલી રકમ બિન-કરપાત્ર ખાતામાં જમા કરવામાં આવશે. આના પર કોઈ ટેક્સ લાગશે નહીં.

કરપાત્ર: જો ચાલુ નાણાકીય વર્ષમાં કોઈના EPF ખાતામાં રૂ. 2.50 લાખથી વધુ જમા કરવામાં આવે તો વધારાની રકમ પર મળતું વ્યાજ કરના દાયરામાં આવશે. બાકીની રકમ આની ગણતરી માટે કરપાત્ર ખાતામાં જમા કરવામાં આવશે. તેમાં મળતા વ્યાજ પર ટેક્સ કાપવામાં આવશે.

નિષ્ક્રિય ખાતાઓમાં બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા

સરકારે સંસદમાં જણાવ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય ખાતાઓમાં (Inactive Accounts) કુલ 3930.85 કરોડ રૂપિયા જમા છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કોઈ દાવા વગરની થાપણ નથી. કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. યાદવે કહ્યું કે આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

આ પણ વાંચો : મિલિટ્રી સિસ્ટમ અને હથિયારોની આયાત ઉપર બ્રેક લગાવતા ડિફેન્સ સેક્ટરના સ્ટોક ઉછળ્યા, જાણો વિગતવાર

આ પણ વાંચો : Adani Group ના શેર્સની તેજી ઉપર લાગી બ્રેક, આ કારણે ગૌતમ અદાણીની કંપનીઓના શેર પટકાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

g clip-path="url(#clip0_868_265)">