E-Commerce : ભારતમાં હરણફાળ વિકાસ કરી રહ્યુ છે ઈ-કોમર્સ માર્કેટ, 2030 સુધીમાં થશે 40 બિલિયન ડોલર
ભારતમાં ઈ-કોમર્સ માર્કેટ 2019 માં 4 અબજ ડોલર હતું, જે 2030 સુધીમાં 40 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. 2026 સુધીમાં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 110 કરોડને પાર કરી જશે.
E-Commerce in India: ભારતમાં ઈ-કોમર્સ માર્કેટ( market) ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ઈ-કોમર્સનું કદ 2030 સુધીમાં વધીને 40 અબજ ડોલર થઈ જશે. 2019 માં તે માત્ર 4 અબજ ડોલર હતુ. આ ગ્રોથ રેટ પાછળ ડિજિટલ(digital) ક્રાંતિ એક મોટું કારણ છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે ઓનલાઇન શોપિંગમાં ઘણી તેજી જોવા મળી રહી છે.
ભારતના ટાયર -3 અને ટાયર -4 શહેરોને ખૂબ જ ઝડપથી ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ ભારતમાં પણ ઈન્ટરનેટ પહોંચી ગયું છે અને બાકીના વિસ્તારોમાં તેની પહોંચની ગતિ ખૂબ ઝડપી છે.ઈન્ટરનેટ એક્સેસને કારણે ત્યાંના ગ્રાહકોના વર્તન અને પેટર્નમાં પણ ઘણો ફેરફાર થયો છે. તેઓ હવે ઓનલાઇન શોપિંગ તરફ આકર્ષાયા છે. રિટેલ માર્કેટ( market)ના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય રિટેલ માર્કેટમાં ઈ-કોમર્સ માટે તમામ સંભાવના છે.
2026 સુધીમાં બજાર 20 અબજ ડોલર થશે
કન્સલ્ટિંગ ફર્મ Kearney ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ઈ-કોમર્સ(E-Commerce) માર્કેટ 2019 માં 4 અબજ ડોલરનું હતું. તે 2026 સુધીમાં 20 અબજ ડોલરની થશે, જ્યારે 2030 સુધીમાં તે 40 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.આ રિપોર્ટ જણાવે છે કે 2019 માં લાઇફસ્ટાઇલ રિટેલ માર્કેટ 90 અબજ ડોલરનું હતું.તેની કિંમત 2026 સુધીમાં 156 અબજ ડોલર હશે, જ્યારે 2030 સુધીમાં તે 215 અબજ ડોલર સુધી પહોંચી જશે. આમાં અપૈરલ, ફૂટવેર, ફેશન એસેસરીઝ, કોસ્મેટિક, સ્મોલ એપ્લાયન્સ અને હોમ લિવિંગનો સમાવેશ થાય છે.
હાલમાં રિટેલમાં ઈ-કોમર્સનું યોગદાન માત્ર 4%છે.
Kearneyનો રિપોર્ટ જણાવે છે કે હાલમાં રિટેલ માર્કેટમાં ઈ-કોમર્સનું(E-Commerce) યોગદાન માત્ર 4 ટકા છે.2030 માં આ વધીને લગભગ 19 ટકા થઈ જશે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2026 સુધીમાં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 110 કરોડને પાર કરી જશે. જેમાથી ત્રીજા ભાગને ઓનલાઈન શોપિંગમાં ખૂબ જ રસ હશે.