તમે જૂનું મકાન વેચીને નવું ઘર ખરીદી રહ્યા છો? તો જાણો ટેક્સ સંબંધિત નિયમો શું છે
જો તમે તમારા માટે નવું ઘર ખરીદો છો અથવા જૂના મકાનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો તો ટેક્સ નિયમો જાણવાં જરૂરી છે.
તાજેતરના સમયમાં રિયલ એસ્ટેટ(Real Estate)ના વેચાણમાં તેજી આવી છે. ખાસ કરીને મેટ્રો શહેરો અને મોટા શહેરોમાં રિયલ એસ્ટેટની સ્થિતિમાં સુધારાની ગતિ ઘણી સારી છે. આ તેજીના મુખ્ય બે કારણો છે. પ્રથમ હોમ લોન પર વ્યાજ દર હાલમાં એક દાયકાના નીચા સ્તરે છે. બીજું ઘણી રાજ્ય સરકારોએ રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છેઆ દરમ્યાન જો તમે તમારા માટે નવું ઘર ખરીદો છો અથવા જૂના મકાનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો તો ટેક્સ નિયમો જાણવાં જરૂરી છે.
જો તમે કોઈ સંપત્તિ વેચો તો કેપિટલ ગેઈન કરપાત્ર છે. હાઉસ પ્રોપર્ટી પણ એસેટ ક્લાસ હેઠળ આવે છે. એસેટ ક્લાસ માટે 36 મહિના સુધીનું હોલ્ડિંગ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) હેઠળ આવે છે. બીજી તરફ જ્યારે તે 36 મહિનાથી વધુ હોય ત્યારે તે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) હેઠળ આવે છે. નાણાકીય વર્ષ 2017-18 થી જમીન અને ઘરની મિલકત જેવી રિયલ એસ્ટેટ માટે લાંબા ગાળાના મૂડી લાભ એટલે કે LTCGની મર્યાદા ઘટાડીને 24 મહિના કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો 24 મહિના પછી જો ઘર અથવા જમીન વેચવામાં આવે છે અને તેમાંથી પૈસાની કમાણી થાય છે તો તે LTCG હેઠળ આવશે.
કેપિટલ ગેઇન્સ પર ટેક્સ
આવકવેરા કાયદા અનુસાર જો તમે જૂની મિલકત વેચીને મૂડી લાભ મેળવો છો, તો તે કરપાત્ર રહેશે. જો કે, તે પૈસાથી નવું ઘર ખરીદવાથી ટેક્સમાં રાહત મળશે. આવા કિસ્સામાં કલમ 54 અને 54-F હેઠળ રાહત આપવામાં આવે છે. જો કે, કેટલીક શરતો છે. આ બજેટ પહેલા ટેક્સ પ્રોફેશનલ્સ નિયમોમાં કેટલાક ફેરફારની માંગ કરી રહ્યા છે.
- જો પ્રોપર્ટી ખરીદીના 2 વર્ષની અંદર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. કેપિટલ ગેઇન પર ટેક્સનો દર 30 ટકા છે.
- જો તમે 24 મહિના પછી રહેણાંક મિલકત વેચો છો તો 20 ટકા LTCG વસૂલવામાં આવે છે. જો કે, તેમાં મુક્તિની સુવિધા પણ છે.
- જો તમે તમારી મિલકત વેચો તે દિવસના એક વર્ષ પહેલાં અથવા પછીના બે વર્ષ માટે કોઈ રહેણાંક મિલકત ખરીદે તો મુક્તિ મેળવી શકાય છે. જો નવી પ્રોપર્ટી બની રહી હોય તો આ કામ 3 વર્ષમાં પૂર્ણ કરવું જોઈએ તો જ કેપિટલ ગેઈન પર ટેક્સમાં રાહત મળશે.
- મહત્તમ મૂડી લાભ 2 કરોડ સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિ આ ટેક્સ બેનિફિટનો લાભ વ્યક્તિગત જીવનકાળમાં માત્ર એક જ વાર મેળવી શકે છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળી કે નહિ? જાણો અહેવાલ દ્વારા
આ પણ વાંચો : Corona ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા જઈ રહ્યા છો? પહેલા જાણી લો આ નવો નિયમ નહિતર કંપનીઓ કરી શકે છે ઊંચા હાથ