Petrol-Diesel Price Today : રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળી કે નહિ? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળી કે નહિ? જાણો અહેવાલ દ્વારા
Petrol-Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 8:39 AM

દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 16 જાન્યુઆરી રવિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price Today )જાહેર કર્યા છે.આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફારને 74 દિવસ થઈ ગયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાની ગતિ એ હકીકત પરથી સમજી શકાય છે કે ડિસેમ્બર 2021માં તે 70 ડોલર સુધી સરકી ગયો હતો અને આજે તેની કિંમત 86 ડોલરને પાર કરી ગઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે છતાં દેશમાં ઈંધણના ભાવ સ્થિર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઝડપથી વધી રહી છે પરંતુ ભારતમાં તેની ઊંચી કિંમતોની હાલ કોઈ અસર થઈ રહી નથી.ક્રૂડ ઓઈલના ભાવમાં રોજબરોજના વધારાને જોતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ વધારો કરી શકતું હતું પરંતુ અત્યારે દેશમાં કિંમતમાં વધારાનું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ દેશમાં ઈંધણના ભાવ 74 દિવસથી સ્થિર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઝડપથી વધી રહી છે. oilprice.com અનુસાર WTI ક્રૂડની કિંમત 16 જાન્યુઆરી રવિવારના રોજ 83.82 ડૉલર રહી હતી જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ આજે 86.06 ડૉલર પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આજે WTI ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ શનિવાર સમકક્ષ હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  Banko of Baroda ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી આ નિયમોનું પાલન નહિ કરો તો અટકી શકે છે તમારા ચેકનું પેમેન્ટ

આ પણ વાંચો : North Koreaના હેકર્સે 3000 કરોડ રૂપિયાના Cryptocurrencyની ચોરી કરી, આ રકમનાં ઉપયોગ પાછળના મનસૂબાએ વિશ્વના દેશોને ચિંતાતુર બનાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">