Budget 2022 : એકવાર ફરીથી ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ, હાલ લાગે છે 7.5 % ઈમ્પોર્ટ ડ્યુટી

|

Jan 18, 2022 | 5:33 PM

ભારત રત્ન અને જ્વેલરીનો પાંચમો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જે વૈશ્વિક રત્ન અને જ્વેલરી નિકાસમાં 5.8 ટકા હિસ્સો ધરાવે છે.

Budget 2022 : એકવાર ફરીથી ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ, હાલ લાગે છે 7.5 % ઈમ્પોર્ટ ડ્યુટી
હાલમાં સોના પર 7.5 ટકાની આયાત ડ્યુટી લાગે છે. (પ્રતીકાત્મક તસવીર)

Follow us on

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ આગામી કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022) માટેની તેની ભલામણોમાં સરકારને સોના પરની આયાત ડ્યૂટી (Import duty on gold) 7.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કરવા વિનંતી કરી છે.  આ સાથે કાઉન્સિલે આ વિસ્તાર માટે વિશેષ પેકેજની માંગણી પણ કરી હતી. GJEPCએ તેની પ્રી-બજેટ ભલામણોમાં કટ અને પોલિશ્ડ હીરા અને રત્નો પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવાનું સૂચન કર્યું છે.

કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જો (સોનું) ચાર ટકા ડ્યુટી દરે આયાત કરવામાં આવે છે… તો 500 કરોડ રૂપિયાને બદલે માત્ર 225 કરોડ રૂપિયાની કાર્યકારી મૂડી બ્લોક થઈ જશે.”

આ ઉપરાંત, કાઉન્સિલે મુંબઈના સ્પેશિયલ નોટિફાઈડ એરિયામાં રફ ડાયમંડના વેચાણ માટે ટેક્સેશન જોગવાઈઓમાં સુધારો, ઈન્ટરનેશનલ ડાયમંડ ઓક્શન્સ માટે ઓનલાઈન ઈક્વલાઈઝેશન સેસ પર સ્પષ્ટતા અને SEZ એકમો માટે સનસેટ ક્લોઝ લંબાવવા જેવા સૂચનો પણ કર્યા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

GJEPCના પ્રમુખ કોલિન શાહે જણાવ્યું હતું કે ભારત જેમ્સ અને જ્વેલરીનો પાંચમો સૌથી મોટો નિકાસકાર છે, જે વૈશ્વિક જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 5.8 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે કહ્યું કે, અમે આ ક્ષેત્ર માટે (ચાલુ નાણાકીય વર્ષમાં) 41 અરબ અમેરિકી ડોલરનો લક્ષ્યાંક હાંસલ કરીશું. હવે અમે ભારતની આઝાદીના શતાબ્દી વર્ષમાં 100 અરબ યુએસ ડૉલરની નિકાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

નીતિગત સુધારાની જરૂર

આ ક્રમમાં, અમે સરકારને આગામી સામાન્ય બજેટમાં આ ક્ષેત્ર માટે વિશેષ પેકેજની જાહેરાત કરવાની અપીલ કરીએ છીએ. તેમણે કહ્યું કે, “નીતિગત સુધાર એ આ ક્ષેત્રને આગળ વધારવાનો એકમાત્ર રસ્તો છે, જે અમને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે.”

ગયા બજેટમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી હતી

બજેટ 2021માં પણ સરકારે સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો ભારે ઘટાડો કર્યો હતો. તે વખતે આયાત જકાત 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે તેને 7.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની માંગ છે. વિશ્વના બીજા સૌથી મોટા બજાર ભારતમાં પીળી ધાતુની માંગ મુખ્યત્વે બુલિયન અને અશુદ્ધ સોનાની આયાત પર નિર્ભર છે. વર્તમાન બજારના સંકેતોને જોતા, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2022 માં સોનાની આયાત આ વર્ષ કરતાં વધુ મજબૂત રહેશે. તેનું મુખ્ય કારણ અર્થતંત્રમાં જ્વેલરીની માંગમાં ઝડપી વધારો છે.

આ પણ વાંચો : Gold Price Today : અમદાવાદમાં સોનું 50000 રૂપિયાથી ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે, જાણો તમારા શહેરમાં શું છે 1 તોલાનો ભાવ

Next Article