Gold Price Today : અમદાવાદમાં સોનું 50000 રૂપિયાથી ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે, જાણો તમારા શહેરમાં શું છે 1 તોલાનો ભાવ
ગુજરાતમાં(Gold Price Today in Gujarat) 10 ગ્રામ સોનાના ભાવ અમદાવાદમાં 49674 રૂપિયા છે
આજે પીળી ધાતુના ભાવ (Gold Price Today)સુસ્ત છે. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ નજીવા 0.08 ટકા ઘટીને 10 ગ્રામ માટે ₹47,877 સુધી પહોંચ્યા હતા.ચાંદી પણ થોડી નરમ પડી હતી તેની કિંમત ફ્યુચર્સમાં 0.24 ટકા ઘટીને રૂપિયા 61,751 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ હતી.
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સપાટ હતા. યુએસ ટ્રેઝરી યીલ્ડના ઊંચા દબાણને કારણે રોકાણકારો ફેડરલ રિઝર્વની આગામી સપ્તાહે થનારી પોલિસી મીટિંગમાંથી વ્યાજ દરમાં વધારાની સમયરેખા વિશે સંકેતો શોધી રહ્યા હતા. સ્પોટ ગોલ્ડ નજીવો 0.1 ટકા ઘટીને 1,817.11 ડોલર પ્રતિ ઔંસ જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ સહેજ ઘટીને 1,816.20 ડોલર પર હતું.
વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન યુએસ ફેડરલ રિઝર્વની 25-26 જાન્યુઆરીની મીટિંગ પર છે કારણ કે કેન્દ્રીય બેંકના અધિકારીઓએ સંકેત આપ્યા હતા કે તેઓ માર્ચમાં મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કરશે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 47886.00 -31.00 (-0.06%) – 11:42 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 49674 |
Rajkot | 49715 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 49420 |
Delhi | 49090 |
Mumbai | 51430 |
Kolkata | 50000 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 44370 |
USA | 43500 |
Australia | 43517 |
China | 43479 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.