માત્ર 30 હજાર રુપિયા સેલેરી હશે તો પણ કરોડપતિ બની શકશો, જાણો શું છે SIPનો પાવર

|

Dec 07, 2023 | 10:20 AM

થોડી કરકસર કરીને બચાવેલા નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટું ભંડોળ એકત્ર કરી શકો છો. જો તમારી સેલેરી માત્ર 30 હજાર છે તો 50:30:20ના સૂત્ર પ્રમાણે તમે મિલકત એકઠી શકો છો.

માત્ર 30 હજાર રુપિયા સેલેરી હશે તો પણ કરોડપતિ બની શકશો, જાણો શું છે SIPનો પાવર

Follow us on

સામાન્ય રીતે 30થી 35 હજાર સેલેરી મેળવતા લોકોની માન્યતા એવી હોય છે કે તેઓ મહીને પોતાનો ઘર ખર્ચ કાઢી શકે છે, તે જ બહુ મોટી વાત છે. તેઓ ક્યારેક ધનિક બનવાનું સપનું નહીં જોઇ શકે. જો કે અમે તમને જણાવીશું કે માત્ર 30 હજાર રુપિયા સેલેરી હશે, તો પણ તમે કરોડપતિ બની શકો છો.જો કે તેના માટે તમારે પોતાના ખર્ચમાં થોડી કરકસર કરવાની રહેશે. બચતના નાણાંથી તમે SIP કરી શકો છો.

આજના સમયમાં રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે લોકો માટે બચત કરવી જ મુશ્કેલ બને છે. તેવામાં કરોડપતિ બનવાનું સ્વપ્ન જોવુ કોઇપણ વ્યક્તિ માટે શક્ય નથી. જો કે થોડી કરકસર કરીને બચાવેલા નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટું ભંડોળ એકત્ર કરી શકો છો. જો તમારી સેલેરી માત્ર 30 હજાર છે તો 50:30:20ના સૂત્ર પ્રમાણે તમે મિલકત એકઠી શકો છો.

શું છે 50:30:20 ફોર્મ્યુલા ?

સરળ શબ્દોમાં આ સૂત્રનો અર્થ સમજાવીએ તો તમારે તમારી આવકને ત્રણ ભાગમાં વિભાજીત કરવાની રહેશે. તમે નોકરી કરતા હોવ તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારા સેલેરી એકાઉન્ટમાંના પગારને ત્રણ ભાગમાં વહેંચવાનો રહેશે. તમારી સેલેરીના 50 ટકા, 30 ટકા અને 20 ટકા એમ ત્રણ ભાગ પાડવાના રહેશે.આ સૂત્ર માસિક આવક પર લાગુ કરીને એક વિશાળ ભંડોળ એકત્રિત કરી શકો છો.

Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?
અમેરિકામાં મજૂરોને 1 મહિનાનો કેટલો પગાર મળે છે ?

જો તમારી સેલેરી 30 હજાર રુપિયા છે, તો સેલેરીના 100 %ને આ રીતે વિભાજિત કરવા પડશે. 50%+30%+20%= 100% એટલે કે 15000+9000+6000 આ રીતે સેલેરીના ભાગ પાડો. ત્રણેય ભાગને તમારે અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાના રહેશે.

પ્રથમ ભાગ અહીં વાપરો

તમારી સેલેરીનો પ્રથમ ભાગ એટલે કે 50 ટકા ભાગ તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાં ખર્ચ કરવો જોઈએ. જેમાં ખોરાક, પીણું, આશ્રય અને શિક્ષણનો સમાવેશ થાય છે. નિયત રકમ એટલે કે 15 હજાર રુપિયામાંથી આ ખર્ચાઓને પહોંચી વળવા માટે તમારે આખા મહિનાના ખર્ચની યાદી તૈયાર રાખવી પડશે. તમારા માસિક આવશ્યક ખર્ચા અનુસાર તેનો અડધો હિસ્સો બીજા ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકો છો. જેથી માત્ર આ જરૂરિયાતો પહેલા ભાગમાં એટલે કે 15,000 રુપિયામાં પૂરી થઈ શકે.

સેલેરીનો બીજો ભાગ

તમારી સેલેરીના બીજા ભાગ 30 ટકા એટલે કે 9 હજાર રુપિયામાંથી તમારા ખર્ચાઓ જેમ કે બહાર જવાનું, મૂવી જોવાનું, બહાર ખાવાનું, ગેજેટ્સ અને અન્ય શોખ પણ પૂરા કરી શકો છો.જો કે આવક અનુસાર તેમને મર્યાદિત પ્રમાણમાં કરવા ખૂબ જ જરુરી છે.

છેલ્લો ભાગ કરોડપતિ બનાવશે

સૌથી મહત્વનો ભાગ ત્રીજો એટલે કે 20 ટકા છે. 30,000 રૂપિયાના પગાર પર 20 ટકા એટલે 6000 રૂપિયા થાય છે. આ રકમનું તમારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું રહેશે. આ નાણાંનું રોકાણ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને SIP અને બોન્ડ છે. 50:30:20 ફોર્મ્યુલા મુજબ આ રકમથી તમે વાર્ષિક 72,000 રૂપિયા બચાવશો. SIP માં રોકાણ કરવાથી તમારી બચત દર વર્ષે વધશે અને તેના પર મળતા વ્યાજ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મલથા એક મોટું ફંડ બનશે.

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 6,000 રુપિયાની SIP કરો છો અને તમારી આવકમાં દર વર્ષે રોકાણમાં 20 ટકાનો વધારો કરો છો. 20 વર્ષ પછી તે રોકાણ પર વાર્ષિક 12 ટકાના દરે કુલ વળતર 45,302 રુપિયા મળશે. જ્યારે 15 ટકાના દરે વ્યાજ મળે તો કુલ રકમ 3,42,68,292 રૂપિયા થશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે 20 વર્ષ સુધી આ ફોર્મ્યુલા પર કામ કરીને કરોડપતિ બનવું મુશ્કેલ નથી.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો