Union Budget 2024 schedule : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે બજેટ રજૂ કરશે, આ છે આખું ટાઈમટેબલ
Budget 2024 schedule : મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી બજેટ રજૂ કરતા પહેલા શું કરશે તેની સંપૂર્ણ શેડ્યૂલ અહીં આપેલું છે.
Budget 2024 Timeline : મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થવામાં માત્ર થોડા કલાકો જ બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં કહ્યું હતું કે, ચૂંટણી પછી રજૂ થનારા બજેટમાં વિકસિત ભારત 2047નો રોડમેપ હશે. આવી સ્થિતિમાં કરોડો દેશવાસીઓ અને તમામ ક્ષેત્રોને સંપૂર્ણ બજેટ પાસેથી ઘણી આશાઓ છે. સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે. તો ચાલો જાણીએ કે બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે…
આ છે આજનું શેડ્યૂલ
- નાણામંત્રી સવારે 8-9 વાગ્યાની વચ્ચે તેમના નિવાસસ્થાનેથી નીકળશે
- સવારે 9 વાગ્યે : નાણામંત્રી અને બજેટ ટીમનું ફોટોશૂટ, ગેટ નંબર 2, નોર્થ બ્લોકની બહાર, રાષ્ટ્રપતિ ભવન માટે રવાના
- સવારે 10 વાગ્યે : નાણા મંત્રી અને નાણા રાજ્ય મંત્રી બજેટ સાથે સંસદ ભવનમાં પ્રવેશતા ફોટોશૂટ.
- સવારે 10:15 વાગ્યે : કેબિનેટમાં બજેટ રજૂ થશે
- સવારે 11 વાગ્યે : નાણામંત્રી દ્વારા બજેટની રજુઆત
- બપોરે 3 વાગ્યે : નાણામંત્રી અને બજેટ ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ
તમે લાઈવ બજેટ ક્યાં જોઈ શકો છો?
તમે ઘણા પ્લેટફોર્મ પર બજેટ-2024 ભાષણનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. બજેટનું સંસદ ટીવી અને દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેને સંસદ ટીવી અને દૂરદર્શનની ઓફિશિયલ YouTube ચેનલો દ્વારા ઓનલાઈન સ્ટ્રીમ કરી શકાય છે. તમે PIBની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર બજેટનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો. આ ઉપરાંત નાણા મંત્રાલય તેની ઓફિશિયલ વેબસાઇટ www.finmin.nic.in પર લાઇવ સ્ટ્રીમ પણ પ્રદાન કરશે. આ સિવાય તમે TV9 Gujarati ની વેબસાઈટ અને YouTube પેજ પર પણ બજેટ લાઈવ જોઈ શકો છો.
બજેટ ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે?
નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ ડોક્યુમેન્ટ ઓનલાઈન ઉપલબ્ધ થશે. તમે સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.indiabudget.gov.in પર હિન્દી અને અંગ્રેજીમાં બજેટ ડોક્યુમેન્ટ વાંચી શકો છો.