હનુમાનજીની પૂજા કરવાનું આ રહસ્ય તમે નહીં જાણતા હોવ ! બસ આટલું કરી લો મહાબલી થઈ જશે પ્રસન્ન
હનુમાનજીની તસવીર લગાવવાથી કોઈપણ પ્રકારની દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. તો જુઓ વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીનું કેવું ચિત્ર લગાવવું જોઈએ.
હનુમાનજી કળિયુગના સૌથી પ્રભાવશાળી દેવતાઓમાં અગ્રણી દેવતા છે. કહેવાય છે કે કલયુગમાં જો તમે કોઈને જલદી પ્રસન્ન કરી શકો છો તો તે હનુમાનજી છે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનની પૂજા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ લગાવીને પૂજા કરે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવાથી તમારા ઘરમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ અને બાધાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની તસવીર લગાવવાથી કોઈપણ પ્રકારની દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. તો જુઓ વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીનું કેવું ચિત્ર લગાવવું જોઈએ.
- જો તમે ઓવરઓલ વેલ બિઈંગ માટે, સ્થિરતા માટે કે સ્ટેબિલિટી માટે હનુમાનજીની પૂજા કરો છો તમારા ઘરમાં હનુમાનજી આર્શીર્વાદ આપતી મુદ્રા વાળો ફોટો લગાવવો જોઈએ.
- તેવી જ રીતે જો તમે ઘરમાં કોઈના કે પોતાના સ્વાસ્થ્ય લાભ માટે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો તો હનુમાનજીની સંજીવની બુટી લઈને આવતી ફોટો ઘરમાં લગાવો
- પણ જો તમે વિવાદોમાં ઘેરાયેલો છો કો કોઈ કોર્ટ કેસના મામલામાં ફસાયા છો કે પેનલ્ટી કે સરકારી દંડનો ભય છે તો હનુમાનજીનો ઝંડો લહેરાવતો ફોટો ઘરમાં રાખો
- આ સાથે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અને તેનો કોઈ હલ નથી મળી રહ્યો તો ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવી હનુમાન ચાલીસાના પાઠ કરો જલદી ફાયદો જોવા મળશે.