આજથી માઘ સ્નાનનો પ્રારંભ, જાણો પ્રયાગરાજમાં લોકો શા માટે કરે છે કલ્પવાસ ?

પ્રયાગરાજની (prayagraj) ભૂમિ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરનારી છે. એટલે જે મનુષ્ય પ્રયાગમાં માત્ર પાંચ રાત્રિ નિવાસ કરીને સ્નાન કરી લે છે, તેને આ જન્મમાં તમામ પ્રકારના ભોગની પ્રાપ્તિ થઈ જાય છે !

આજથી માઘ સ્નાનનો પ્રારંભ, જાણો પ્રયાગરાજમાં લોકો શા માટે કરે છે કલ્પવાસ ?
magh mela
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 06, 2023 | 6:17 AM

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની ભૂમિ જેટલી કુંભસ્નાન માટે પ્રસિદ્ધ છે, તેટલી જ માઘ સ્નાન માટે પણ પ્રસિદ્ધ છે. અને આ જ માઘ સ્નાન માટે શ્રદ્ધાળુઓ પ્રયાગમાં એક માસ સુધી નિવાસ કરે છે. ભક્તોનો આ નિવાસ કલ્પવાસ તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતી પંચાંગ અનુસાર પોષ સુદ પૂર્ણિમાના દિવસથી આ કલ્પવાસનો પ્રારંભ થાય છે. આ દરમિયાન પ્રયાગમાં માઘ મેળો પણ યોજાય છે. આજે 6 જાન્યુઆરી, શુક્રવારથી શરૂ થતો આ મેળો 18 ફેબ્રુઆરી મહા શિવરાત્રી સુધી ચાલશે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે આ માઘ મેળાનો અને તે દરમિયાન પ્રયાગરાજમાં થતાં કલ્પવાસનો શું મહિમા છે.

માઘ મેળામાં મુખ્ય સ્નાનના દિવસો

મકર સંક્રાંતિ – 14 જાન્યુઆરી

મૌની અમાસ – 21 જાન્યુઆરી

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

માઘી પૂર્ણિમા – 5 ફેબ્રુઆરી

મહાશિવરાત્રી – 18 ફેબ્રુઆરી

એક માસનો કલ્પવાસ ! 

પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવા માટે ત્રણ પરંપરા પ્રચલિત છે. પોષ સુદી એકાદશીથી માઘ (મહા) સુદી એકાદશી. મકર સંક્રાંતિથી કુંભ સંક્રાંતિ. તેમજ પોષી પૂર્ણિમાથી માઘી પૂર્ણિમા. શ્રદ્ધાળુઓ આ ત્રણમાંથી નિર્ધારિત તિથિ નક્કી કરી માઘ સ્નાનનો સંકલ્પ લે છે. અને એ એક માસ પર્યંત તેઓ પ્રયાગમાં કલ્પવાસ કરે છે. અલબત્, પોષી પૂર્ણિમાથી માઘ સ્નાનનો વિધિવત પ્રારંભ થતો હોઈ આ તિથિનો સવિશેષ મહિમા રહે છે. અને તે સાથે જ માઘ મેળાનો પણ પ્રારંભ થઈ જાય છે.

શું છે કલ્પવાસ ?

કલ્પવાસ કરનારા શ્રદ્ધાળુઓ પૂર્ણપણે આધ્યાત્મને વરેલાં હોય છે. કલ્પવાસના એક માસ પર્યંત તેઓ સંસાર સાથેના સંપૂર્ણ બંધનોને કાપી દે છે. અને એક સંન્યાસીની જેમ જ જીવનનો નિર્વાહ કરે છે. પ્રયાગમાં કલ્પવાસ કરનારા શ્રદ્ધાળુઓ કલ્પવાસી તરીકે ઓળખાય છે. નવાઈ લાગે તેવી વાત તો એ છે કે આ સમય દરમિયાન એટલી મોટી સંખ્યામાં લોકો ‘કલ્પવાસી’ બનવા પ્રયાગ આવે છે કે કોઈપણ સ્થાન ખાલી જ નથી મળતું. અને તો પણ આ ભીડની વચ્ચે શ્રદ્ધાળુઓ ‘પરમતત્વ’ના સામિપ્યની અનુભૂતિ કરે છે.

પ્રયાગમાં માઘ સ્નાનથી ફળ પ્રાપ્તિ

⦁ પદ્મપુરાણમાં માઘ સ્નાનથી થનારી ફળપ્રાપ્તિ અંગે વિસ્તૃત વર્ણન મળે છે. તે અનુસાર પ્રયાગરાજમાં થતું એક દિવસનું પણ માઘ સ્નાન વ્યક્તિના જીવનને ઉદ્ધારી દેનારું છે.

⦁ કહે છે કે, પ્રયાગની ભૂમિ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરનારી છે. એટલે જે મનુષ્ય પ્રયાગમાં માત્ર પાંચ રાત્રિ નિવાસ કરીને સ્નાન કરી લે છે, તેને આ જન્મમાં તમામ પ્રકારના ભોગની પ્રાપ્તિ થઈ જાય છે.

⦁ સો વર્ષ સુધી કોઈ વ્યક્તિ વ્રત-ઉપવાસ કરે અને તેનું જે ફળ મળે તે ફળ પ્રયાગમાં ત્રણ દિવસના માઘ સ્નાનથી જ પ્રાપ્ત થઈ જાય છે !

⦁ સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સુવર્ણના દાનનું જે પુણ્ય મળે છે, તે જ પુણ્ય પ્રયાગમાં એક દિવસના માઘ સ્નાનથી પ્રાપ્ત થઈ જાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">