AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Poojan 2023: શું ધંધામાં સતત નિષ્ફળતાનો કરી રહ્યા છો સામનો ? આ હોળી બદલશે તમારું નસીબ !

ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં વ્યક્તિને તેનું ભાગ્ય સાથ નથી આપતું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના (Holi) અવસર પર કોડી સંબંધી કેટલાંક ખાસ ઉપાય અજમાવીને તમે તમારા આ સૂતેલા ભાગ્યને જગાડી શકો છો અને તમારા ધંધામાં નવી ઊંચાઈને આંબી શકો છો !

Holi Poojan 2023: શું ધંધામાં સતત નિષ્ફળતાનો કરી રહ્યા છો સામનો ? આ હોળી બદલશે તમારું નસીબ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 02, 2023 | 6:23 AM
Share

હોળીનો શુભ પર્વ નજીક છે. આ પર્વને આપણે અધર્મ પર ધર્મના વિજય તરીકે જોઈએ છીએ. હર્ષોલ્લાસથી તેને ઉજવીએ છીએ. પણ, વાસ્તવમાં આ પર્વ આપણાં જીવનની નકારાત્મકતાને, આપણાં જીવનના અભાવને દૂર કરી તેને નવી ચેતનાથી ભરી દે છે ! તો સાથે જ હોળીના દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને વ્યક્તિ તેની વિવિધ સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકે છે. જો તમે તમારા વેપાર-ધંધામાં સતત અસફળતાનો સામનો કરી રહ્યા હોવ, તો આજનો આ ઉપાય આપના માટે જ છે.

કોડીથી ધંધામાં પ્રગતિ !

બિઝનેસ કરનારા લોકોની હંમેશાથી એક જ મનશા હોય છે, કે તેમને તેમના ધંધામાં ખૂબ જ સફળતા મળે. એટલું જ નહીં, આર્થિક રીતે પણ તેમની એટલી પ્રગતિ થાય કે જીવનમાં કોઈપણ વસ્તુની ખોટ ન રહે. પરંતુ, ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં વ્યક્તિને તેનું ભાગ્ય સાથ નથી આપતું. અને તેણે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના અવસર પર કોડી સંબંધી કેટલાંક ખાસ ઉપાય અજમાવીને તમે તમારા જીવનમાં પ્રગતિ મેળવી શકો છો. એટલું જ નહીં, ભાગ્ય આડેના અવરોધોને દૂર કરી તમારા ધંધામાં નવી ઊંચાઈને આંબી શકો છો.

ધંધામાં સફળતા મેળવવા

⦁ જો આપ ધંધામાં સતત નુકસાનીનો સામનો કરી રહ્યા હોવ, કામ પૂરાં થતાં પહેલાં જ અટકી જતા હોય તો હોળીના દિવસે ખાસ ઉપાય અજમાવો.

⦁ એક પીળા રંગનું વસ્ત્ર લો. તેમાં કાળી હળદર, 11 ગોમતી ચક્ર, 11 કોડીઓ તેમજ 1 ચાંદીનો સિક્કો મૂકીને ગાંઠ બાંધી લો. કોઈને કશું જ ન કહો.

⦁ હોળી પ્રાગટ્ય સમયે તેની 11 વખત પ્રદક્ષિણા કરો અને સાથે જ 108 વખત “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરો.

⦁ પરિક્રમા અને મંત્રજાપ પૂરા થાય એટલે સીધા જ તે પીળી પોટલી લઈને ઘરે આવો. તે પોટલીને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાની જગ્યા પર મૂકી દો.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ આપના પર અકબંધ રહે છે. એટલું જ નહીં, માતાની કૃપાને લીધે બિઝનેસમાં પણ એટલી સફળતા પ્રાપ્ત થાય છે કે ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી.

શું ધંધાને પણ લાગે નજર ?

ઘણીવાર એવું બને છે કે જો બિઝનેસ પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો પણ તેમાં સતત નુકસાન થવા લાગે છે. એટલું જ નહીં, તેની સાથે જોડાયેલા લોકોની ખુશીઓ પણ દૂર થઈ જાય છે. આ સંજોગોમાં હોળીના દિવસે 7 કોડીઓ લેવી. ત્યારબાદ તેને પોતાના જ માથા પરથી સાત વખત ઉતારી લેવી અને પછી તેને હોળીની આગમાં નાંખી દેવી. કહે છે કે આવું કરવાથી વ્યક્તિને ખૂબ જ ઝડપથી લાભની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">