ભારતમાં યુરોપિયન કારો કેમ થઈ રહી છે ફ્લોપ ? જાણો વિશ્વના ચોથા સૌથી મોટા કાર માર્કેટનું કારણ

ભારતમાં યુરોપિયન કારના વેચાણમાં ઘટાડો એ એક મોટો પ્રશ્ન છે, ખાસ કરીને જ્યારે ભારત ચોથા સૌથી મોટા કાર બજાર તરીકે ઉભરી આવ્યું છે. આજે આપણે આ લેખમાં જાણીશું કે યુરોપિયન કાર ઉત્પાદકો ભારતમાં શા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આ સ્થિતિ પાછળના મુખ્ય કારણો શું છે.

ભારતમાં યુરોપિયન કારો કેમ થઈ રહી છે ફ્લોપ ? જાણો વિશ્વના ચોથા સૌથી મોટા કાર માર્કેટનું કારણ
European car
Follow Us:
| Updated on: Sep 03, 2024 | 6:31 PM

તમને હિન્દુસ્તાન મોટર (HM) દ્વારા ઉત્પાદિત Ambassador કાર યાદ હશે. શું તમે જાણો છો કે લગભગ અડધી સદી સુધી ભારતીય રસ્તાઓ પર રાજ કરનાર એમ્બેસેડર યુરોપિયન કાર છે. 1956માં હિન્દુસ્તાન મોટરે બ્રિટનના Morris Oxford પાસેથી ભારતમાં આ કાર બનાવવાના રાઈટ્સ ખરીદ્યા હતા.

એક સમયે ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં પ્રભુત્વ ધરાવતી આ ફેમસ કાર પછીની યુરોપિયન કાર કંપનીઓની સ્થિતિ આજે એટલી સારી નથી. ત્યારે આ લેખમાં આજે આપણે જાણીશું કે એવા કયા કારણો છે જેના કારણે બ્રિટિશ, જર્મન, ફ્રેન્ચ વગેરે દેશની બ્રાન્ડ ભારતમાં ફ્લોપ રહી છે અને યુરોપિયન કાર ઉત્પાદકો ભારતમાં શા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ભારતમાં યુરોપિયન કાર કંપનીઓના ખરાબ પ્રદર્શનની યાદી લાંબી છે. Renault Nissan કોમ્બિનેશન હોય કે Peugeot અને Citroenની પાર્ટનરશિપ હોય કે પછી સ્કોડા ફોક્સવેગનનું કોમ્બિનેશન હોય, તેમની કારનું વેચાણ એશિયન કાર કંપનીઓની સરખામણીમાં ઘણું ઓછું છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, કિયા ઉપરાંત ભારતીય ઓટો કંપનીઓ ટાટા મોટર્સ અને મહિન્દ્રાનું પ્રદર્શન ઘણું શાનદાર છે.

આજનું રાશિફળ તારીખ : 11-09-2024
ભારતની ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે? જાણો નામ
ખાલી પેટે રોજ 1 ચમચી મધ ખાવાથી જાણો શું થાય છે?
ગાંજા અને દારૂના નશામાં શું તફાવત છે?
સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા
રોટલી બનાવવાની સૌથી સસ્તી મશીન, બનાવશે એકદમ ગોળ રોટલી

ભારતમાં યુરોપિયન કારના વેચાણમાં ઘટાડો એ એક મોટો પ્રશ્ન છે, ખાસ કરીને જ્યારે ભારત ચોથા સૌથી મોટા કાર બજાર તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાં સૌથી વધુ વેચાતી કારની વાત કરીએ તો, ભારતીય ઓટો માર્કેટમાં જાપાની કાર કંપનીઓનો દબદબો જોવા મળે છે. ભારતમાં વેચાતી કારના 50 ટકા માર્કેટ તો જાપાની કંપનીઓ જ કવર કરે છે. ત્યારબાદ ભારતીય કંપનીઓ આવે છે. યુરોપિયન કારનો બજાર હિસ્સો માત્ર 2.8 ટકા જ છે. આનો અર્થ એ થયો કે યુરોપિયન બ્રાન્ડ્સ Audi, BMW, અને Mercedes-Benz જેવી કારો ભારતીય ગ્રાહકોને ઓછી પસંદ આવી રહી છે.

ભારતમાં યુરોપિયન કારો કેમ થઈ રહી છે ફ્લોપ ?

ભારતીય ગ્રાહકો મુખ્યત્વે કિંમત, માઇલેજ અને સર્વિસિંગને ધ્યાનમાં રાખે છે. ગ્રાહકો જ્યારે કાર ખરીદવા જાય છે ત્યારે તેમની પ્રાથમિકતા એ હોય છે કે કાર કેટલી માઈલેજ આપે છે. ઉદાહરણ તરીકે, જો એક મોટરસાઇકલ 100 રૂપિયામાં 60 કિલોમીટર ચાલી રહી હોય, તો ગ્રાહક વિચારે છે કે કારમાં ચાર લોકો બેસી શકે, તો તે હિસાબે કારની કિંમત અને માઈલેજ હોવી જોઈએ. તેથી જ ગ્રાહકો ટુ-વ્હીલરમાંથી ફોર-વ્હીલર તરફ જતા સમયે ઘણીવાર બજેટને પ્રાથમિકતા આપે છે.

યુરોપિયન કારની કિંમત અને સર્વિસ સેન્ટરનો અભાવ

યુરોપિયન કાર સામાન્ય રીતે મોંઘી હોય છે, જેના કારણે ભારતીય ગ્રાહકો માટે તેને ખરીદવી મુશ્કેલ બને છે. વધુમાં ભારતમાં યુરોપીયન કારની સર્વિસ માટે યોગ્ય નેટવર્કનો અભાવ છે. જો કોઈ ગામડામાં રહેતા વ્યકિતએ આ કાર ખરીદી હોય તો, તેને સર્વિસિંગ માટે મોટા શહેરમાં જવું પડે છે. આ પણ એક મોટું નકારાત્મક પરિબળ બની જાય છે.

ભારતીય રસ્તાઓની સ્થિતિ યુરોપિયન કારના વેચાણને પણ અસર કરે છે. ભારતમાં રસ્તાઓ સામાન્ય રીતે ખાડાઓ અને બ્રેકર્સથી ભરેલા હોય છે, જ્યારે યુરોપિયન કાર ઉચ્ચ ગુણવત્તાવાળા રસ્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ભારતીય ગ્રાહકોને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જમીનથી ઉંચી હોય એવી SUVની જરૂર પડે છે. યુરોપિયન કંપનીઓ આ જરૂરિયાતને સમજવામાં નિષ્ફળ રહી છે.

આ ઉપરાંત, યુરોપિયન કારનું માર્કેટિંગ પણ મર્યાદિત છે. ભારતમાં તમને હ્યુન્ડાઈ અથવા ટાટા જેવી કંપનીઓની જાહેરાતો જોવા મળે છે, પરંતુ યુરોપિયન બ્રાન્ડ્સની જાહેરાતો એટલી પ્રભાવશાળી નથી. આનો અર્થ એ થયો કે ભારતીય ગ્રાહકો આ બ્રાન્ડ્સ વિશે પૂરતા જાગૃત નથી.

આ કારણો પણ જવાબદાર

યુરોપિયન કાર ઉત્પાદકોનો ભારતીય બજાર પ્રત્યેનો અભિગમ તેમના નબળા પ્રદર્શન માટે જવાબદાર ગણી શકાય. કાર આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને સારી રીતે એન્જિનિયર્ડ છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે છે. જે કારની વિશ્વસનીયતા ઘટાડે છે.

વિદેશી કારો પર લાગતા ઈમ્પોર્ટ ટેક્સને કારણે આ કારો ઘણી મોંધી હોય છે. આ ઉપરાંત તમામ યુરોપીયન બ્રાન્ડ્સ વેચાણ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તેની કિંમત વધારે હોય છે, જેના કારણે દરેક ભારતીય ગ્રાહકો તેને ખરીદી શકતા નથી. જ્યારે એશિયન કાર કંપનીઓ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર સસ્તા અને પ્રીમિયમ-અફોર્ડેબલ મોડલ બનાવે છે. જેથી તે સૌથી વધુ વેચાય છે.

આ રીતે ભારતીય બજારમાં યુરોપિયન કારની નિષ્ફળતાના મુખ્ય કારણોમાં ગ્રાહકોની પસંદગી, ઊંચી કિંમત, સર્વિસિંગનો અભાવ અને રસ્તાની સ્થિતિ છે. જો યુરોપિયન કંપનીઓ આ મુદ્દાઓ પર ધ્યાન આપે તો કદાચ તેઓ ભારતીય બજારમાં વધુ સારું પ્રદર્શન કરી શકશે.

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ કોમ્પેક્ટ હેચબેકથી લઈને મોટી એસયુવી અને સેડાન સુધીના વિવિધ પ્રકારના વાહનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. વૈશ્વિક સ્તરે ચોથા સૌથી મોટા ઓટો માર્કેટમાં નોંધપાત્ર સ્પર્ધા અને વૃદ્ધિ જોવા મળી છે. ગ્રીન મોબિલિટી અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય બજાર ઝડપથી વધી રહ્યું છે. ત્યારે જુલાઈ 2024માં કઈ કાર સૌથી વધુ વેચાઈ છે. તેના વિશે જાણીએ.

જુલાઈ 2024માં ઘણી કારોએ ભારતના વેચાણ ચાર્ટમાં પ્રભુત્વ મેળવ્યું છે, જે ખરીદદારોમાં તેમની લોકપ્રિયતા દર્શાવે છે. ક્રેટા આ બાબતમાં 17,350 યુનિટના વેચાણ સાથે મોખરે રહી છે, ત્યારબાદ સ્વિફ્ટ 16,854 યુનિટ સાથે બીજા નંબરે અને વેગન આર 16,191 યુનિટના વેચાણ સાથે ત્રીજા સ્થાને છે. પંચ અને એર્ટિગાનું પણ શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ બંને મોડલોનું અનુક્રમે 16,121 અને 15,701 યુનિટનું વેચાણ થયું છે. બ્રેઝા, નેક્સોન અને સ્કોર્પિયોએ અનુક્રમે 14,676, 13,902 અને 12,237 યુનિટ્સ વેચ્યા છે. ટોપ-10માં Eeco અને Dezireનો પણ સમાવેશ થાય છે, જેમણે અનુક્રમે 11,916 અને 11,647 યુનિટનું વેચાણ કર્યું છે.

લક્ઝરી કારોમાં યુરોપ નંબર-1

લક્ઝરી કાર સેગમેન્ટમાં કહાની એકદમ અલગ છે. વૈશ્વિક સ્તરે લક્ઝરી પ્રોડક્ટ્સ/બ્રાન્ડ્સ માટે યુરોપ ખૂબ જ ફેમસ છે તેની ત્રણ મોટી બ્રાન્ડ્સ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા, BMW ઈન્ડિયા અને ઓડી ઈન્ડિયા તમામ યુરોપિયન કંપનીઓ છે. ભારતમાં પણ લક્ઝરી બ્રાન્ડની કાર ખરીદનારા ગ્રાહકો છે, પરંતુ તે સીમિત માત્રામાં છે. જ્યારે મોટાભાગના લોકો એશિયન કારને વધુ પસંદ કરે છે.

આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">