Tataએ લોન્ચ કરી શાનદાર EV, સિંગલ ચાર્જ પર દોડશે 585 કિમી, જાણો કેટલી છે કિંમત

Tataએ વધુ એક શાનદાર ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ટાટાની આ કારને એક વખત ચાર્જ કર્યા પછી તે 585 કિમી સુધીનું અંતર કાપી શકે છે. આ ઇલેક્ટ્રિક એસયુવીમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190mm છે. આ ઉપરાંત આ SUVમાં 500 લિટરની બૂટ સ્પેસ છે.

Tataએ લોન્ચ કરી શાનદાર EV, સિંગલ ચાર્જ પર દોડશે 585 કિમી, જાણો કેટલી છે કિંમત
Tata Curve
Follow Us:
| Updated on: Aug 07, 2024 | 7:27 PM

Tataની ઇલેક્ટ્રિક Curveએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે અને તેની કિંમતો પણ જાહેર કરવામાં આવી છે. Curve EV પાંચ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં પ્રિસ્ટીન વ્હાઇટ, ફ્લેમ રેડ, એમ્પાવર્ડ વ્હાઇટ, વર્ચ્યુઅલ સનરાઇઝ અને પ્યોર ગ્રેનો સમાવેશ થાય છે. આ કારને Acti.ev આર્કિટેક્ચર પર બનાવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક એસયુવીમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190mm છે. આ ઉપરાંત આ SUVમાં 500 લિટરની બૂટ સ્પેસ છે.

આ ઈલેક્ટ્રિક એસયુવીમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, લેવલ 2 એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ, લેન કીપ આસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ, બ્લાઈન્ડ વ્હીલ મોનિટર, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, રીઅર પાર્કિંગ સેન્સર અને તમામ વ્હીલ ડિસ્ક બ્રેક્સ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Tata Curvv EV ના ફીચર્સ

Tata Curve EV બે બેટરી પેક વિકલ્પો સાથે ખરીદી શકો છો. એક 45kWh બેટરી પેક અને બીજું 55kWh બેટરી પેક છે. તેનું નાનું બેટરી પેક 502 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. મોટું બેટરી પેક 585 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. આ ઇલેક્ટ્રિક કાર માત્ર 8.6 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 160 kmph છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

Curve EVનો ચાર્જિંગ રેટ 1.2C છે, જેની મદદથી તેને માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં 150 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

Tata Curvv ICE ની ખાસિયતો

Tata Curve ત્રણ એન્જિન વિકલ્પોમાં લોન્ચ થઈ છે. જેમાં 1.2 લીટર, 3-સિલિન્ડર TGDi Heparion ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 123bhp પાવર અને 225Nm ટોર્ક જનરેટ કરે છે. બીજું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 118bhpનો પાવર અને 170Nmનો ટોર્ક જનરેટ કરે છે. ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 113bhpનો પાવર અને 260Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Curvv EV ની કિંમત

Tata Curve EVની કિંમત 17.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 21.99 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. Curveના પેટ્રોલ/ડીઝલ મોડલની કિંમત 2 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">