ઇલેક્ટ્રિક કારના હાલ પણ પેજર જેવા થશે ? જો હાઇબ્રિડ કારનો જાદુ ચાલ્યો તો EV માર્કેટ ખતરામાં !

ઇલેક્ટ્રિક કારની જેમ હાઇબ્રિડ કાર પણ પેટ્રોલ અને ડીઝલ કારનો શ્રેષ્ઠ વિકલ્પ છે. હાઇબ્રિડ ટેક્નોલોજી પણ હવે એક મહત્વપૂર્ણ ગેમ ચેન્જર તરીકે ઉભરી રહી છે. જો કે, હાલમાં દેશમાં માત્ર મર્યાદિત હાઇબ્રિડ વાહનો ઉપલબ્ધ છે, પરંતુ તેના વેચાણમાં વધારો થયો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે શું હાઇબ્રિડના કારણે EV માર્કેટ ખતરામાં આવી શકે છે ?

ઇલેક્ટ્રિક કારના હાલ પણ પેજર જેવા થશે ? જો હાઇબ્રિડ કારનો જાદુ ચાલ્યો તો EV માર્કેટ ખતરામાં !
Hybrid vs EV
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 6:53 PM

દેશમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ડીઝલ અને પેટ્રોલ એન્જિન વાહનોનું ભાવિ જોખમમાં છે. હાલમાં ભારતીય બજારમાં લોકો પાસે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારનો વિકલ્પ ઉપલબ્ધ છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે અને શું હાઇબ્રિડના કારણે EV માર્કેટ ખતરામાં છે ? તેના વિશે આ લેખમાં જાણવાનો પ્રયત્ન કરીશું.

ઇલેક્ટ્રિક કારની જેમ હાઇબ્રિડ કાર પણ પેટ્રોલ અને ડીઝલ કારનો શ્રેષ્ઠ વિકલ્પ છે. હાઇબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર ન માત્ર તમારી રનિંગ કોસ્ટ ઓછી કરે છે, પરંતુ આ બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે. હાલ દેશમાં હાઇબ્રિડ કાર કરતાં ઇલેક્ટ્રિક કાર વધુ વેચાઈ રહી છે, પરંતુ જો હાઇબ્રિડ કારનો દબદબો વધશે તો EV માર્કેટ ખતરામાં આવી શકે છે. જેમ કે, દેશમાં જ્યારે પેજરનો એક સમયે દબદબો હતો, પરંતુ સેલ્યુલર ફોન આવતા જ પેજર ગાયબ થઈ ગયું હતું. આવી સ્થિતમાં જો હાઇબ્રિડ કારનો જાદુ ચાલ્યો તો EVના હાલ પણ પેજર જેવા થઈ શકે છે.

હાઇબ્રિડ કાર

આ કાર એક કરતા વધુ ફ્યુઅલ ઓપ્શન સાથે આવે છે. આ કારોમાં બે પ્રકારના એન્જિન આપવામાં આવ્યા છે. પહેલું એન્જિન પેટ્રોલ અથવા ડીઝલ માટે છે અને બીજું ઇલેક્ટ્રિક એન્જિન માટે છે એટલે કે બે એન્જિનમાંથી કારને પાવર સપ્લાય કરવામાં આવે છે. આ કારની ખાસ વાત એ છે કે બેટરીને ઈન્ટરનલ સિસ્ટમથી જ ચાર્જ કરવામાં આવે છે. બેટરીને અલગથી ચાર્જ કરવાની જરૂર રહેતી નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

હાઇબ્રિડ કારમાં ઇલેક્ટ્રિક બેટરીની સાથે પેટ્રોલ અથવા ડીઝલ જેવા ઈન્ટરનલ કમ્બશન એન્જિન હોય છે. તે કારની ડ્રાઇવિંગ રેન્જ અને ઇંધણ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેથી પેટ્રોલ-ડીઝલ અને ઈલેક્ટ્રિક ઉપરાંત લોકો સ્ટ્રોન્ગ હાઇબ્રિડ, માઈલ્ડ હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનોને પસંદ કરી રહ્યા છે.

હાઇબ્રિડ કારના પ્રકાર

માઈલ્ડ હાઇબ્રિડ : આ પ્રકારની કારમાં ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ માત્ર સપોર્ટ માટે થાય છે. એન્જિન મુખ્ય પાવર સ્ત્રોત છે, પરંતુ ઇલેક્ટ્રિક મોટર એન્જિનને શરૂ કરવામાં અને વધારાની પાવર જનરેટ કરવામાં મદદ કરે છે.

સંપૂર્ણ હાઇબ્રિડ : આ પ્રકારની કારમાં ઇલેક્ટ્રિક મોટર અને એન્જિન બંને સ્વતંત્ર રીતે અથવા એકસાથે કામ કરી શકે છે. આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોડ પર પણ ચાલી શકે છે.

પ્લગ-ઇન હાઇબ્રિડ : આ પ્રકારની કારની બેટરી ચાર્જ કરવા માટે બાહ્ય પાવર સ્ત્રોતનો ઉપયોગ કરી શકાય છે. આ કાર મોટી બેટરી ક્ષમતા સાથે આવે છે, જેથી તે લાંબા અંતર સુધી ઇલેક્ટ્રિક મોડ પર ચાલી શકે.

હાઇબ્રિડ કારનું વેચાણ વધ્યું

અત્યાર સુધી બજાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે હાઇબ્રિડ ટેક્નોલોજી પણ એક મહત્વપૂર્ણ ગેમ ચેન્જર તરીકે ઉભરી રહી છે. એ વાત સાચી છે કે હાલમાં દેશમાં માત્ર મર્યાદિત માત્રામાં હાઇબ્રિડ વાહનો ઉપલબ્ધ છે, પરંતુ તેના વેચાણમાં વધારો થયો છે. ગયા વર્ષે હાઇબ્રિડ કારનું વેચાણ લગભગ 30 ટકા જેટલું વધ્યું છે. એવું નથી કે માત્ર ભારતમાં જ હાઇબ્રિડ વાહનોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સ્તરે યુએસ અને યુરોપમાં પણ હાઇબ્રિડ કારનું વેચાણ વધ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનોનો લેન્ડસ્કેપ બદલાઈ રહ્યો છે. મારુતિ સુઝુકીએ હાઇબ્રિડ ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર વધાર્યો છે. મારુતિ બલેનો, સ્વિફ્ટ, ફોર્ડ જેવી એફોર્ડેબલ કારમાં હાઇબ્રિડ વેરિયન્ટ લાવવાની વિચારણ કરી રહી છે. તો ગ્રાન્ડ વિટારા અને ઇન્વિક્ટો હાઇબ્રિડ વિકલ્પમાં મળી રહી છે. મારુતિના વેચાણનો લગભગ એક ચતુર્થાંશ હિસ્સો તેની વિસ્તૃત હાઇબ્રિડ કેટેગરીથી આવી શકે છે. આનું મુખ્ય કારણ ગ્રાહકોમાં પર્યાવરણ વિશે વધતી જતી જાગૃતિ હોઈ શકે છે.

હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કાર વચ્ચેનો તફાવત

હાઇબ્રિડ કારમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) એટલે કે પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન હોય છે. આ સિવાય તેમાં ઇલેક્ટ્રિક મોટર પણ છે. હાઇબ્રિડ કારને ફ્યુઅલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરથી પાવર મળે છે. જ્યારે ઇલેક્ટ્રિક કારમાં માત્ર ઇલેક્ટ્રિક મોટર હોય છે. બેટરી પેક ઇલેક્ટ્રિક મોટરને પાવર સપ્લાય કરે છે અને ઇલેક્ટ્રિક મોટર કારને ચલાવે છે.

કોઈપણ હાઇબ્રિડ કારનું માઇલેજ ફ્યુઅલ, એન્જિન અને બેટરીની કેટેગરી પર આધારિત છે. જ્યારે ઈલેક્ટ્રિક કારના કિસ્સામાં માઈલેજ માત્ર બેટરીની રેન્જ પર આધારિત છે. હાઇબ્રિડ કારમાં ઇંધણ અને બેટરીની રેન્જ જોવામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રીક કારમાં તે જોવામાં આવે છે કે સિંગલ ચાર્જ પર કાર કેટલા કિલોમીટર ચાલી શકે છે.

પેટ્રોલ-ડીઝલ એન્જિન હોવાને કારણે હાઇબ્રિડ કાર કાર્બન ઉત્સર્જન ઉત્પન્ન કરે છે. પરંતુ ઇલેક્ટ્રિક મોટર હોવાથી અમુક અંશે ઓછું કાર્બન ઉત્સર્જન થાય છે. તો ઇલેક્ટ્રિક કાર મુખ્યત્વે વીજળી પર આધારિત છે. તેથી તે પેટ્રોલ-ડીઝલ પર ચાલતી કાર તેમજ હાઇબ્રિડ કારની તુલનામાં ઘણું ઓછું કાર્બન ઉત્સર્જન ઉત્પન્ન કરે છે.

હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં ઘણો તફાવત છે. હાઇબ્રિડ કારમાં પણ ઇંધણનો ઉપયોગ થાય છે, તેથી તેની કિંમતો પેટ્રોલ-ડીઝલ કાર જેવી છે. તો ઇલેક્ટ્રિક કાર સંપૂર્ણપણે બેટરી પેક પર નિર્ભર છે. નવી ટેક્નોલોજી હોવાને કારણે બેટરી પેક ખૂબ મોંઘા છે. આ કારણોસર ઇલેક્ટ્રિક કારની કિંમત હાઇબ્રિડ કાર કરતા વધારે છે.

હાઇબ્રિડ કારનું ચલણ વધશે તો EV માર્કેટ ખતરામાં ?

જો હાઇબ્રિડનું ચલણ વધશે તો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ઉથલપાથલ સર્જાશે. ઘણી મોટી ભારતીય કંપનીઓ માટે હાઇબ્રિડ સમસ્યારૂપ સાબિત થઈ શકે છે. કારણ કે ટાટા મોટર્સ અને મહિન્દ્રાએ તેમના તમામ વાહનોના EV વર્ઝન લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. તેઓ હાઇબ્રિડ વાહનોને પણ યોગ્ય વિકલ્પ માનતા ન હતા. તો બીજી તરફ ટોયોટા અને સુઝુકી હાઇબ્રિડ કાર પર GST ઘટાડવાની આક્રમક રીતે માંગ કરી રહ્યા છે.

સરકાર હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5 ટકા અને ફ્લેક્સ એન્જિન પર 12 ટકા કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે, કારણ કે સરકાર વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ વધારવાનું વિચારી રહી છે. હાલમાં હાઇબ્રિડ વાહનો પર 43 ટકા ટેક્સ લાગે છે, જેમાં 28 ટકા GST અને વધારાનો સેસનો સમાવેશ થાય છે, જ્યારે EV પર 5 ટકા ટેક્સ લાગે છે, ICE વાહનો પર 48 ટકા ટેક્સ છે. જો સરકાર હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડશે તો હાઇબ્રિડ કારનું ચલણ વધી શકે છે અને ભવિષ્યમાં EV માર્કેટ ખતરામાં આવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">