Hero Destini કે Jupiter 125, કયું સ્કૂટર આપે છે વધુ માઈલેજ ?
જો તમે પણ નવું સ્કૂટર ખરીદવા માંગો છો, તો તમારે પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે, જેમ કે એન્જિન, પરફોર્મન્સ, માઈલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર તમારા માટે શ્રેષ્ઠ છે. આ લેખમાં જાણીશું કે હીરો અને ટીવીએસ કંપનીના આ સ્કૂટરમાં તમને કયા સ્કૂટરમાં ખાસ ફીચર્સ મળશે.
ટુ વ્હીલર સેગમેન્ટમાં Heroનું ઘણું વર્ચસ્વ છે, લાંબા સમયથી કંપનીએ Hero Destini 125નું કોઈ અપડેટેડ મોડલ લોન્ચ કર્યું ન હતું, પરંતુ થોડા સમય પહેલા આ સ્કૂટરનું નવું અપગ્રેડેડ 2024 મોડલ નવી ડિઝાઇન અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. માર્કેટમાં એવા ઘણા સ્કૂટર છે જે હીરો કંપનીના આ સ્કૂટરને ટક્કર આપશે, TVS Jupiter 125 મોડલ પણ આ સેગમેન્ટમાં ગ્રાહકોમાં ખૂબ ફેમસ છે.
જો તમે પણ નવું સ્કૂટર ખરીદવા માંગો છો, તો તમારે પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે, જેમ કે એન્જિન, પરફોર્મન્સ, માઈલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર તમારા માટે શ્રેષ્ઠ છે. આ લેખમાં જાણીશું કે હીરો અને ટીવીએસ કંપનીના આ સ્કૂટરમાં તમને કયા સ્કૂટરમાં ખાસ ફીચર્સ મળશે.
એન્જિનની વિગતો
હીરો કંપનીના સ્કૂટરમાં 124.6 cc એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 7000rpm પર 9bhp પાવર અને 5500rpm પર 10.4Nm ટોર્ક જનરેટ કરે છે. બીજી તરફ TV Jupiter 125માં 124.8 cc સિંગલ સિલિન્ડર છે જે 6500rpm પર 8bhp પાવર અને 4500rpm પર 10.5Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ આંકડા પરથી જોઈએ તો, હીરોનું સ્કૂટર પાવરની દ્રષ્ટિએ Jupiter કરતાં વધુ સારું પ્રદર્શન આપે છે.
માઇલેજ અને ફીચર્સ
રિપોર્ટ્સ અનુસાર, Hero Destiny 125 સ્કૂટર તમને એક લિટર તેલમાં 59 કિલોમીટર સુધીની માઈલેજ આપશે, જ્યારે Jupiter 125 મોડલ તમને એક લિટર પેટ્રોલમાં 57 કિલોમીટર સુધીની માઈલેજ આપશે. ફિચર્સ વિશે વાત કરીએ તો હીરો કંપનીના નવા ડેસ્ટિની મોડલમાં i3S (આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ), બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ટર્ન બાય ટર્ન નેવિગેશન સપોર્ટ, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ, ડીઆરએલ સાથે પ્રોજેક્ટર એલઈડી હેડલેમ્પ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
તો TVS Jupiter 125માં ખાસ ફીચર્સ છે જેમ કે વોઈસ આસિસ્ટ સાથે નેવિગેશન સપોર્ટ, કોલ્સ અને સોશિયલ મીડિયા એલર્ટ, ડિસ્ટન્સ ટુ ઈમ્પ્ટી, વેધર અપડેટ. બંને સ્કૂટરમાં પાછળના ભાગમાં એડજસ્ટેબલ શોક્સ અને આગળના ભાગમાં ટેલિસ્કોપિક શોક્સ છે. પહેલાની સરખામણીમાં હવે ગ્રાહકોને નવા ડેસ્ટિની 125 મોડલમાં લાંબી સીટ મળશે.