મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ હાલમાં હાર્દિક પંડ્યા કરી રહ્યા છે. મહેલા જયવર્દનેને 2017ની સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રોહિત શર્મા ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જ્યારે લસિથ મલિંગા ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કેપ્ટન હાર્દિક પંડ્યા છે જે પહેલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમી ચૂક્યો છે અને ગત સિઝનમાં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કર્યું હતું. કોચ માર્ક બાઉચર, ઈન્ડિયાવિન સ્પોર્ટ્સના માલિક છે.

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરશે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યા છે.

 

Read More

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી હાર બાદ હાર્દિક પંડયાની હાજરીમાં નીતા અંબાણીએ કહી આ મોટી વાત

નીતા અંબાણી MI ડ્રેસિંગ રૂમઃ મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે ટીમના ખેલાડીઓ સાથે વાત કરી રહી છે. આમાં નીતા મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં વાત કરી રહી છે. મહત્વનું છે કે હાર્દિક અને રોહિત સહિત આખી મુંબઇની ટીમ અહી હાજર હતી.

IPL 2024માં હાર્દિક પંડયાની મોટી ભૂલની કિંમત હવે તેણે IPL 2025માં ચૂકવવી પડશે

લખનૌ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આ સિઝનમાં સતત ટ્રોલિંગની સાથે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે હાર્દિકની ખૂબ જ ટીકા થઈ છે. એવામાં સિઝનની અંતિમ મેચમાં હોમ ગ્રાઉન્ડ પર પણ ટીમની હાર થતા MIની સિઝન હાર સાથે સમાપ્ત થઈ. તેમાં પણ હાર્દિક પંડયાની એક ભૂલે તેને આગામી સિઝનની પહેલી મેચમાંથી જ બહાર કરી દીધો છે.

IPL 2024 : મુંબઈ-લખનૌ મેચમાં 3 બોલમાં 3 વિકેટ પડી, છતાં હેટ્રિક ન થઈ, જાણો કેમ?

મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ બંને ટીમોની આ સિઝનની અંતિમ મેચ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર લખનૌના હાથે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આખી સિઝનમાં મુંબઈએ ખરાબ પ્રદર્શનથી ફેન્સને નિરાશ કર્યા, પરંતુ અંતિમ મેચમાં એક રસપ્રદ ઘટના પણ બની હતી, જેમાં મુંબઈની ટીમે 3 બોલમાં સતત 3 વિકેટ ઝડપી હતી પરંતુ તે હેટ્રિક નહોતી.

IPL 2024 : રોહિત શર્માએ ફેન્સ સામે જોડ્યા હાથ, કહ્યું ના કરો રેકોર્ડ મારો વીડિયો, જાણો કેમ?

રોહિત શર્મા માટે IPL 2024ની સિઝન વિવાદોથી ભરેલી રહી. હવે તે આ જ બાબતોના કારણે વધુ ચિંતિત દેખાઈ રહો હોય તેવું લાગી રહ્યું છે. રોહિત જાહેરમાં કંઈપણ બોલતા ડરે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલાનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે હાથ જોડીને ફેન્સને તેનો વીડિયો રેકોર્ડ ન કરવા કહી રહ્યો છે.

IPL 2024 : MI માં રોહિત શર્માની છેલ્લી સિઝન? આ ખેલાડીએ અંતિમ મેચ પહેલા માંગ્યો ઓટોગ્રાફ, ફેન્સની વધી ચિંતા

મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને ડર છે કે રોહિત શર્મા IPLની આગામી સિઝનમાં ટીમનો ભાગ નહીં બને. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા બનેલી એક ઘટનાએ મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સનો ડર વધારી દીધો છે. સિઝનની મુંબઈની આ અંતિમ મેચ છે અને તે પણ તેમના હોમ ગ્રાઉન્ડ પર હોમ ક્રાઉડ સામે. એવામાં MIના જ એક ખેલાડીનો રોહિત શર્માનો ઓટોગ્રાફ માંગતો વીડિયો વાયરલ થતા ફેન્સની ચિંતા વધી ગઈ હતી.

IPL 2024 MI vs LSG : લખનૌ સુપર જાયન્ટસે મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 67માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024: હાર્દિક પંડ્યા પર સવાલ ઉઠાવનારાઓને ગૌતમ ગંભીરે આપ્યો જવાબ, આ 2 દિગ્ગજોને સૌથી ખરાબ કેપ્ટન કહ્યા

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ હારનો દોષ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર નાખવામાં આવી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે અને તેના ટીકાકારો પર નિશાન સાધ્યું છે. ગંભીરે એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસન વિરુદ્ધ પણ મોટું નિવેદન આપ્યું હતું.

IPL 2024 : KKR ડ્રેસિંગ રૂમમાં શું કરી રહ્યો હતો રોહિત શર્મા? IPL પછી થશે ‘હંગામો’

હવે નક્કી થઈ ચુક્યું છે કે, રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી વચ્ચે પહેલા જેવા સબંધો રહ્યા નથી. બંન્ને વચ્ચે હાર્દિક પંડ્યા નામની દિવાલ આવી ચુકી છે. હવે એવી અફવાઓ છે કે, આઈપીએલની આવતી સીઝનમાં રોહિત અન્ય ટીમમાં ચાલ્યો જશે.

IPL 2024 KKR vs MI: મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

IPL 2024ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. વરસાદને કારણે 16-16 ઓવરની રમાયેલ મેચમાં KKRએ MIને જીતવા 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે મુંબઈ 139 રન જ બનાવી શકી અને આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.

જસપ્રીત બુમરાહે પ્રથમ બોલ પર જ કર્યો એવો જાદુ, સુનીલ નારાયણને આવી ગયા ચક્કર, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સ આ આખી સિઝનમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ હતી, પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ માટે ચમકતો રહ્યો. પ્લેઓફની રેસમાંથી બહાર થયા બાદ બુમરાહે પહેલી મેચમાં પણ એવું જ કારનામું બતાવ્યું હતું અને પહેલા બોલ પર નારાયણને બોલ્ડ કર્યો હતો.

IPL 2024માં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાએ હવે તે કામ કરવું પડશે જે તેણે છેલ્લા 5 વર્ષથી નથી કર્યું

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાલમાં દિવસોમાં ખરાબ ચાલી રહ્યા છે. IPL 2024માં તેની કપ્તાની હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. તેની બેટિંગ અને બોલિંગ પણ કામમાં ન આવી. હવે હાર્દિક પંડ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ક્રિકેટના ઘણા મુદ્દાઓ પર ઘણું બધું કહ્યું છે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવો કોચ મળશે અને આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ પર પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ ઉપરાંત તેણે હાર્દિક પંડ્યા વિશે પણ મોટી વાત કહી છે.

IPL 2024: હાર્દિક પંડ્યાનું કાઉન્ટડાઉન શરૂ, શું મુંબઈ ઈન્ડિયન્સની ફરિયાદ મળ્યા બાદ કેપ્ટન્સી જશે?

હાર્દિક પંડ્યાનો મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બન્યા બાદ સમય બિલકુલ સારો સાબિત થયો નથી. મુંબઈ ઈન્ડિયન્સના ઘણા સિનિયર ખેલાડીઓએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની સ્ટાઈલ પર સવાલો ઉઠાવ્યા છે અને તેને ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહેલા જેવો ઉત્સાહ નથી અને આ માટે પણ હાર્દિકની પદ્ધતિઓને નિશાન બનાવવામાં આવી છે.

IPL 2024: રોહિત-બુમરાહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ! હાર બાદ MIમાં હંગામો

IPL 2024ની સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવીને બધાને ચોંકાવી દીધા હતા અને ટીમમાં પરત ફરેલા હાર્દિક પંડ્યાને કમાન સોંપી હતી. ચાહકોએ શરૂઆતથી જ આને લઈને ઘણો વિરોધ કર્યો અને પછી ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિકના નિર્ણયોએ આ વિરોધને વધુ ઉશ્કેર્યો. અધૂરામાં પૂરું આ સિઝનમાં મુંબઈ પ્લેઓફમાંથી બહાર થનાર પહેલી ટીમ બની છે, જે બાદ ટીમમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે.

IPL 2024 : પ્લેઓફની રેસમાંથી બહાર થઈ આ ટીમ, આ ત્રણેય ટીમોની ચિંતા વધી

સનરાઈઝર્સ હૈદરાબાદની ધમાકેદાર જીત બાદ આઈપીએલ 2024ની પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે 9 ટીમ વચ્ચે રોમાંચક જંગ શરુ થયો છે. જાણો હવે કઈ કઈ ટીમ રેસમાં છે.

IPL 2024 : સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ‘રડ્યા’, જાણો કેમ?

IPLની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. લખનૌની આ રેકોર્ડબ્રેક હારથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોની આશા તૂટી, જાણો કેમ?

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">