IPL 2024 : પ્લેઓફની રેસમાંથી બહાર થઈ આ ટીમ, આ ત્રણેય ટીમોની ચિંતા વધી
સનરાઈઝર્સ હૈદરાબાદની ધમાકેદાર જીત બાદ આઈપીએલ 2024ની પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે 9 ટીમ વચ્ચે રોમાંચક જંગ શરુ થયો છે. જાણો હવે કઈ કઈ ટીમ રેસમાં છે.
આઈપીએલ 2024ની 70 મેચ માંથી અત્યારસુધી કુલ 57 મેચ રમાય ચુકી છે પરંતુ હજુ સધી કોઈ પણ એક ટીમે પ્લેઓફની ટિકિટ મેળવી નથી, હૈદરાબાદ અને લખનૌ વચ્ચે રમાયેલી મેચ બાદ આઈપીએલ 2024થી બહાર થનારી પહેલી ટીમનું નામ સામે આવી ચુક્યું છે. આ ટીમ બીજું કોઈ નહિ પરંતુ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ છે. આ સિવાય હજુ 9 ટીમ એવી છે જે પ્લેઓફની ટિકીટ મેળવવાની રેસમાં છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ આ રેસમાં આગળ ચાલી રહ્યા છે.
તમામ ટીમો પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો
બંન્ને ટીમના ખાતામાં 16-16 અંક છે. આ સિવાય તમામ ટીમો પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો વધુ છે. તો ચાલો તમામ ટીમોના આઈપીએલ 2024ના પ્લેઓફ સમીકરણ સમજીએ.પેટ કમિન્સની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌને 10 વિકેટથી હાર આપી 2 અંક મેળવી લીધા છે પરંતુ નેટ રન રેટમાં મોટી છલાંગ લગાવી લીધી છે જેનો ફાયદો તેમને પ્લેઓફની રેસમાં મજબુત પરિસ્થિતિ બનાવવાનો મળ્યો છે. હૈદરાબાદની 12 મેચમાં +0.406ના નેટ રન રેટની સાથે કુલ 14 અંક થઈ ગયા છે.
પ્લેઓફની ટિકિટ મેળવવાની ખુબ નજીક
ટીમ હવે પ્લેઓફની ટિકિટ મેળવવાની ખુબ નજીક પહોંચી છે. તેની હવે માત્ર 2 મેચ બાકી રહી છે જે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વિરુદ્ધ છે. જો ટીમ બંન્ને મેચ જીતી જાય છે તો વધુ 18 અંક સુધી પહોંચી જશે.જે તેને સરળતાથી પ્લેઓફની ટિકીટ આપી દેશે. 18 અંકની સાથે ટીમ ટોપ-2માં પોતાનું સ્થાન બનાવી શકે છે.તેમજ એક જીતની સાથે તેની પ્લેઓફની દાવેદારી રહેશે. ટૂર્નામેન્ટમાં હૈદરાબાદ સિવાય, દિલ્હી, લખનૌ એવી 4 ટીમ છે, જે 16 કે પછી તેનાથી વધારે અંક સુધી પહોંચી શકે છે. ત્યારે નેટ રન રેટ વધુ મહત્વના બની રહેશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મળેલી હાર બાદ કેએલ રાહુલની ટીમના કુલ અંક 12 છે. હૈદરાબાદની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને ટુર્નામેન્ટમાં રહેવું છે તો તમામ મેચ જીતવી પડશે. આ 3 ટીમ પાસે 14 અંક સુધી પહોચવાનો ચાન્સ છે. તેની એક હાર તેને બહાર કરી શકે છે.
આ પણ વાંચો : ચેસ અને ક્રિકેટ બંનેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ચહલ એકમાત્ર ખેલાડી છે, પત્ની ડાન્સર બંન્ને બહેનો ચેસ ખેલાડી