AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: રોહિત-બુમરાહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ! હાર બાદ MIમાં હંગામો

IPL 2024ની સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવીને બધાને ચોંકાવી દીધા હતા અને ટીમમાં પરત ફરેલા હાર્દિક પંડ્યાને કમાન સોંપી હતી. ચાહકોએ શરૂઆતથી જ આને લઈને ઘણો વિરોધ કર્યો અને પછી ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિકના નિર્ણયોએ આ વિરોધને વધુ ઉશ્કેર્યો. અધૂરામાં પૂરું આ સિઝનમાં મુંબઈ પ્લેઓફમાંથી બહાર થનાર પહેલી ટીમ બની છે, જે બાદ ટીમમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે.

IPL 2024: રોહિત-બુમરાહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ! હાર બાદ MIમાં હંગામો
Mumbai Indians
| Updated on: May 09, 2024 | 5:11 PM
Share

ચાર વર્ષમાં બીજી વખત મુંબઈ ઈન્ડિયન્સ IPL સિઝનમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની. 2022માં રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ 10 માં નંબર પર રહીને પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. હવે નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમની એ જ હાલત થઈ છે. આ સાથે જ ટીમમાં તિરાડના સમાચાર આવવા લાગ્યા છે. આવા જ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મેચમાં મુંબઈની હાર બાદ ટીમના સિનિયર ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમને ચલાવવાની રીતો પર સવાલો ઉઠાવ્યા હતા અને મેનેજમેન્ટને તેની ફરિયાદ કરી હતી.

રોહિતને હટાવી હાર્દિકને મુંબઈનો કેપ્ટન બનાવ્યો

આ સિઝન પહેલા જ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 5 વખત ફ્રેન્ચાઈઝીને ચેમ્પિયન બનાવનાર અનુભવી કેપ્ટન રોહિત શર્માને હટાવીને હાર્દિકને આ જવાબદારી સોંપવામાં આવી હતી. હાર્દિકને અચાનક કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિતના ચાહકો ગુસ્સે ભરાયા હતા અને તેઓએ IPLની આખી સિઝન દરમિયાન હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

હાર્દિકની કેપ્ટનશીપમાં ડ્રેસિંગ રૂમમાં કોઈ ઉત્સાહ નથી

આ બધાની વચ્ચે ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું, કેપ્ટન હાર્દિક પોતે પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. મેદાન પર હાર્દિકના ઘણા નિર્ણયોએ બધાને ચોંકાવી દીધા હતા. હવે એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ટીમના ઘણા વરિષ્ઠ સભ્યોએ ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની પદ્ધતિઓના કારણે ડ્રેસિંગ રૂમમાં કોઈ ઉત્સાહ નથી.

રોહિત-સૂર્યા-બુમરાહે ફરિયાદ કરી?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં એક મેચ બાદ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં ટીમના સૌથી સિનિયર સભ્યો જેમ કે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ પણ હાજર હતા. આ દરમિયાન ખેલાડીઓએ કોચિંગ સ્ટાફ સમક્ષ ટીમના પ્રદર્શનના કારણો રજૂ કર્યા હતા. બેઠક બાદ કેટલાક સિનિયર ખેલાડીઓ પણ એક પછી એક મળ્યા હતા અને ત્યાં પણ આવી બાબતો પ્રકાશમાં આવી હતી.

ટીમના અધિકારીઓએ શું કહ્યું?

જોકે મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ દાવો કર્યો છે કે ટીમમાં નેતૃત્વને લઈને કોઈ સંકટ નથી. ટીમ લાંબા સમયથી રોહિતની કેપ્ટનશિપની શૈલીમાં રમવા માટે ટેવાયેલી હતી અને તેથી બદલાવ બાદ તેને નવા કેપ્ટનની સ્ટાઈલમાં એડજસ્ટ થવામાં સમય લાગી રહ્યો છે, જે ઘણીવાર વિશ્વભરની ટીમોમાં જોવા મળે છે.

આ પણ વાંચો : કોહલી અને અનુષ્કાએ જે કંપનીમાં કર્યું છે રોકાણ તે કંપનીનો આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">