જસપ્રીત બુમરાહે પ્રથમ બોલ પર જ કર્યો એવો જાદુ, સુનીલ નારાયણને આવી ગયા ચક્કર, જુઓ Video
મુંબઈ ઈન્ડિયન્સ આ આખી સિઝનમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ હતી, પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ માટે ચમકતો રહ્યો. પ્લેઓફની રેસમાંથી બહાર થયા બાદ બુમરાહે પહેલી મેચમાં પણ એવું જ કારનામું બતાવ્યું હતું અને પહેલા બોલ પર નારાયણને બોલ્ડ કર્યો હતો.

IPL 2024માં કેટલાક એવા ખેલાડીઓ છે જે અન્ય તમામ ખેલાડીઓની સરખામણીમાં સતત અદ્ભુત પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર સુનીલ નારાયણ આ લિસ્ટમાં સામેલ છે. તેણે આખી સિઝનમાં ઓપનિંગ કરીને બોલરોને જોરદાર ફટકાર્યા છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો દિગ્ગજ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ છે, જેની બોલનો કોઈ બેટ્સમેન પાસે જવાબ નથી. આ સિઝનમાં ટીમની નિષ્ફળતા છતાં તે સતત ચમકતો રહ્યો. જ્યારે આ બંને ટકરાયા ત્યારે એક દ્રશ્ય જોવા મળ્યું જેણે બધાને ચોંકાવી દીધા અને હસાવ્યા પણ.
બુમરાહનો જાદુ
અનુભવી ઝડપી બોલર બુમરાહ મેચમાં બીજી ઓવર નાખવા આવ્યો હતો, તેની સામે સુનીલ નારાયણ સ્ટ્રાઈક પર હતો, જેણે અત્યાર સુધી એક પણ બોલનો સામનો કર્યો ન હતો. બુમરાહનો પહેલો જ બોલ બહાર જતો જોવા મળ્યો અને આ વિચારીને સુનીલ નારાયણે રમવાને બદલે તેને છોડી દેવાનો નિર્ણય કર્યો પરંતુ બુમરાહે પોતાના જાદુથી નારાયણને ચોંકાવી દીધા. આઉટ-સ્વિંગને બદલે, બોલ નારાયણ માટે ઈન-સ્વિંગ સાબિત થયો અને યોર્કર સીધો નારાયણના ઓફ સ્ટમ્પ પર ગયો.
પહેલા બોલ પર નારાયણને કર્યો બોલ્ડ
આ જોઈને સુનીલ નારાયણ સહિત બધા ચોંકી ગયા. સુનીલ નારાયણ આશ્ચર્યથી જોતો જ રહ્યો. તેનું બેટ હવામાં લટકતું રહ્યું. બુમરાહ હસવાનું રોકી શક્યો નહીં અને મુંબઈના તમામ ખેલાડીઓએ તેને ઘેરી લીધો. બુમરાહનો આ જાદુ જોઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને ચાહકોએ નારાયણની ભૂલ અને બુમરાહના અદ્ભુત પરાક્રમ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું.
You miss, I hit ⚡️
A rare golden duck in Kolkata for Sunil Narine!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #KKRvMI pic.twitter.com/0DQsKdXDhD
— IndianPremierLeague (@IPL) May 11, 2024
વરસાદના કારણે મોદી શરૂ થઈ મેચ
અગાઉ, વરસાદના કારણે અઢી કલાકના વિલંબ પછી 11 મે શનિવારની સાંજે ઈડન ગાર્ડન્સમાં મેચ શરૂ થઈ હતી. મુંબઈ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યું છે પરંતુ કોલકાતા હજુ પણ સ્પર્ધામાં છે. આવી સ્થિતિમાં મુંબઈ માટે આ મેચ માત્ર તેની પ્રતિષ્ઠા જાળવવાની હતી. ટીમે મેચની શરૂઆત એ જ રીતે કરી અને નુવાન તુશારાએ પ્રથમ ઓવરમાં જ ફિલ સોલ્ટની વિકેટ લીધી અને પછી બુમરાહે પોતાનો જાદુ દેખાડ્યો.
આ પણ વાંચો : IPL 2024: MS ધોની એવોર્ડ લેવા ન ગયો, ગુજરાત સામેની હાર બાદ CSKના પૂર્વ કેપ્ટનને શું થયું?