Rajkot : ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ, જુઓ વીડિયો

રાજકોટના ધોરાજીની તો અહીંયા પાણી વિતરણના ધાંધિયા સામે આવ્યા છે.ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.જમનાવડ રોડ પર વોર્ડ નંબર 9ના મારુતિ નગરની મહિલાઓ આકારા પાણીએ જોવા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2024 | 11:29 AM

ઉનાળો આવ્યો નથી કે પાણીની પોકાર ઉઠી નથી. રાજકોટના ધોરાજીની તો અહીંયા પાણી વિતરણના ધાંધિયા સામે આવ્યા છે.ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.જમનાવડ રોડ પર વોર્ડ નંબર 9ના મારુતિ નગરની મહિલાઓ આકારા પાણીએ જોવા મળી છે. ત્યારે મહિલાઓ ડોલો,તગારા લઇને રોડ પર બેસી પાલિકા સામે વિરોધ કર્યો હતો

વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી અનિમિત આવતું હોવાથી મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડે છે. મહિલાઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ગમે તે સમયે પાણી આપવામાં આવે છે જેનાથી ઉજાગરા થાય છે.પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા રોગ ચાળો ફાટી નીકળવાનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.જો પાણીની સમસ્યાનું નિરાકણ નહીં આવે તો વિસ્તારના લોકોએ આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">