Video: છોટાઉદેપુરમાં તબીબોના અભાવે સામૂહિક આરોગ્ય કેન્દ્રો બન્યા શોભાના ગાંઠિયા સમાન, દર્દીઓને ભારે હાલાકી 

TV9 GUJARATI

|

Updated on: Jan 22, 2023 | 8:53 PM

Chhota Udepur: જિલ્લામાં કરોડોના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે પરંતુ તબીબોના અભાવે સામૂહિક આરોગ્ય કેન્દ્રો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. બોડેલીમાં કરોડોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તો બનાવવામાં આવ્યુ છે પરંતુ તબીબોના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

છોટાઉદેપુર જિલ્લાના લોકોને સારવાર મળે તે હેતુથી અલગ-અલગ જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા છે. પરંતુ તબીબોના અભાવે સામૂહિક કેન્દ્રો શોાભાના ગાંઠિયા સમાન બનયા છે. બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કરોડોના ખર્ચે અદ્યતન સુવિધાવાળુ તો બનાવવામાં આવ્યું પરંતુ તબીબોના અભાવે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. હાલમાં બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછતના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે તથા ગંભીર દર્દીઓને વડોદરા રીફર કરવા પડે છે.

બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર તબીબોનો મહેકમ છે. પરંતુ પિડીયાટ્રીશયન, જનરલ સર્જન , ગાયનેક , ફિજીશ્યન તબીબ આ હોસ્પિટલમાં નથી. ચાર તબીબો પૈકી ત્રણ તબીબો બોર્ડેડ છે તથા તેઓ લાંબી રજા પર છે. મહત્વપૂર્ણ છે કે એક તરફ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મર્યાદિત તબીબ છે અને તે પૈકીના તબીબ પણ રજા પર છે. ત્યારે તંત્રની બેદરકારીથી દર્દીઓને સરકારી આરોગ્ય સેવાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અલીખેરવા ગામના સરપંચ ગંગાબેન રાઠવા જણાવે છે કે સરપંચ તરીકે મે તપાસ કરી તો ત્યાં કોઈ ડોક્ટરો હોતા નથી. પોતાના ગામમાં જ દરેક દર્દીને સારવાર મળી રહે તે હેતુથી લાખો-કરોડોના ખર્ચે દવાખાના બનાવવામાં આવે છે. પરંતુ તબીબો જ ના હોવાથી દર્દીઓ સારવાર કોની પાસે કરાવે.

આ પણ વાંચો: છોટાઉદેપુર : સંખેડામાં MGVCLની કચેરી પર ખેડૂતોનો હલ્લાબોલ, રાત્રે કડકડતી ઠંડીમાં વીજળી આપતા રોષ

અન્ય એક સ્થાનિક જણાવે છે કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્જન ડૉક્ટર, ગાયનેક, બાળકોના ડોક્ટર, અને ઓર્થોપેડિકની ભરતી કરવામાં આવી નથી. જેના કારણે ગામલોકોને ન પરવડે તો પણ ખાનગી હોસ્પીટલમાં જઈને જ સારવાર કરાવવી પડે છે. કેટલાક કેસોમાં લાચાર, મજૂર વર્ગના દર્દીઓને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. દિલુ ઠક્કર જણાવે છે કે બોડેલીમાં સરકારી દવાખાનામાં રેસિડેન્ટ ડોક્ટર ન હોય તો આદિવાસી જનતા જાય ક્યાં ?

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati