છોટાઉદેપુર : 108 એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને પરેશાની, બોરિયાદ હોસ્પિટલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ અને તે પણ ખખડધજ !
બોરિયાદ રેફરલ હોસ્પિટલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ છે અને તે પણ ખખડધજ. દર્દીને ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં પહોંચાડનાર એમ્બ્યુલન્સ જ ખખડધજ હાલતમાં છે.આ એમ્બ્યુલન્સ ગમે ત્યારે બંધ થઇ જાય તેવી હાલતમાં છે.
છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં આરોગ્ય સેવાને લઇને તંત્ર પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. બોરિયાદ રેફરલ હોસ્પિટલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ છે અને તે પણ ખખડધજ. દર્દીને ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં પહોંચાડનાર એમ્બ્યુલન્સ જ ખખડધજ હાલતમાં છે.આ એમ્બ્યુલન્સ ગમે ત્યારે બંધ થઇ જાય તેવી હાલતમાં છે. એમ્બ્યુલન્સ દર્દીને તાત્કાલિક ઝડપી સારવાર મળી રહે તે માટે ઉપયોગમાં લેવાય છે. સ્થાનિકો એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવા અને ખખડધજ એમ્બ્યુલન્સને બદલવા સતત માગ કરી રહ્યા છે.
બોરિયાદ રેફરલ હોસ્પિટલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ
તો બીજી તરફ સ્થાનિકોની સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી પણ ફિલ્ડમાં જવા માટે આ જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.પરંતુ નવાઇની વાત તો એ છે કે 14 વર્ષ જૂની અને 2 લાખથી વધારે કિલોમીટર ચાલી ગયેલી ખખડધજ એમ્બ્યુલન્સને તાલુકા આરોગ્ય અધિકારી સારી કન્ડિશનમાં હોવાનું જણાવી રહ્યા છે.
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
