રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, વિધર્મીએ દમણની યુવતીને ભગાડી જતાં નોંધાઈ ફરિયાદ

વિધર્મી યુવક હિન્દૂ યુવતીને દમણથી ભગાડી ગયો હોવાના બનાવને લઈ વસલાડમાં વાતાવરણ ગરમાયું છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે બિનવાડા ગામ ખાતે વલસાડ રૂરલ પોલીસ LCB, Sog સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ગોઠવાયો છે. છોકરીની ઉંમર 29 વર્ષની છે. 10 દિવસ પહેલા યુવતીના પરિવારજનો એ સંઘપ્રદેશ દમણ ખાતે, યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

| Updated on: Feb 11, 2024 | 6:29 PM

વલસાડમાં લવ જેહાદના કિસ્સાને લઈને લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. વિધર્મી યુવક હિન્દૂ યુવતીને દમણથી ભગાડી જતા  મામલો ગરમાયો છે. 10 દિવસથી યુવતીને લઈને વિધર્મી યુવક ભાગી ગયો હોવાનું સામે આવ્યું આવ્યું છે. દમણની યુવતીને વલસાડ તાલુકાના ધુમાળિયા ગામના વિધર્મી યુવક ભગાડી  ગયો. યુવતિ પરત ન આવતા હિન્દૂ સંગઠનો વલસાડ પહોંચ્યા હતા.

Valsad love jihad case hindu girl of daman

યુવતીના પરિવારજનો અને હિન્દૂ સંગઠનોએ ચક્કાજામ કર્યો હોવાની પણ માહિતી સામે આવી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. બિનવાડા ગામ ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાયો
યુવતી ન મળે ત્યાં સુધી પરત ન જવાની પરિવારજનોની ચીમકી આપી છે.

આ પણ વાંચો Valsad : મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં લાગી આગ, ટ્રાફિક જામ સર્જાયો, જુઓ Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">