આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં વધી ચિંતા, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા,પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અમરેલી, બોટાદ, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ,નવસારી, પંચમહાલ, સુરત સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ મોરબી, મહેસાણા,સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.