જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ અને સાગરીતો વિરુદ્ધ બે હજાર પાનાની પૂરક ચાર્જશીટ દાખલ

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ અને સાગરીતો વિરુદ્ધ બે હજાર પાનાની પૂરક ચાર્જશીટ દાખલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 10:07 PM

રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં પોલીસે કોલ રેકોર્ડ સહિતના પુરાવા રજૂ કર્યા છે. અગાઉ પણ પોલીસે પાંચ હજાર પાનાની એક ચાર્જશીટ રજૂ કરી દીધી છે.

ગુજરાતમાં(Gujarat) જામનગરના (Jamnagar)કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel)અને તેના સાગરીતો સામે ગુજસીટોકના (Gujctoc) કેસ મુદ્દે પોલીસે બે હજાર પાનાની વધુ એક પુરવણી ચાર્જશીટ રજૂ કરી છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં પોલીસે કોલ રેકોર્ડ સહિતના પુરાવા રજૂ કર્યા છે. અગાઉ પણ પોલીસે પાંચ હજાર પાનાની એક ચાર્જશીટ રજૂ કરી દીધી છે.

પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે. હાલ જયેશ પટેલ લંડનની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જયેશ પટેલના કરોડો રૂપિયાના પ્લોટ પણ પોલીસે સીલ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, સાડા ત્રણ વર્ષ પૂર્વે જયેશ પટેલે જામનગરના વકીલ કિરીટ જોશીની કરપીણ હત્યા નીપજાવી.આ હત્યા બાદ જયેશ પટેલે પોલીસ, રાજકારણીઓ અને મોટા મોટા બિલ્ડરની તેમજ ગુનાખોરી સાથે શખ્સોની ગેંગ બનાવી.જયેશની વ્યાઈટ કોલર ગેંગ શહેરના નામાંકિત અને માલેતુજારોની યાદી તૈયાર કરી જયેશને મોકલાવે.

જયેશ એ માલેતુજાર પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરે.ત્રણેક વર્ષ સુધી અનેક વેપારીઓ-બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા.જે વ્યક્તિ ખંડણી ન આપે તો તેઓ પર ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની ગેંગ ફાયરીંગ કરે.આવો દોર ત્રણેક વર્ષ સુધી ચાલ્યો અને જામનગરમાં જયેશ પટેલે રીતસરનો ભય ઉભો કર્યો.

માલેતુજારો છોડી હવે જયેશ પટેલ રાજકારણીઓ તરફ વળ્યો. પણ સરકાર સફાળી જાગી ગઈ પુર પાટ ગતિએ આગળ વધતા જયેશના નેટવર્કને નાબુદ કરવા સરકારે રાજ્યના ટોપ આઈપીએસ દીપન ભદ્રનને જીલ્લાની કમાન સોંપી.એસપી ભદ્રને પોતાની ટીમ ઉતારી જયેશ પટેલની વ્હાઈટ કોલર અને ગુનાખોરી સાથે સંકળાયેલ ટીમને ઢેર કરી.ગુજસીટોક ધારાઓ મુજબ કાર્યવાહી કરી જામનગરમાં ફરી શાંતિ સ્થાપી.બીજી તરફ જયેશ પટેલ લંડન પોલીસના હાથ પકડાઈ જતા ઓપરેશન જયેશ પટેલ પૂર્ણતાના આરે આવ્યું.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 2265 કેસ, બે લોકોના મૃત્યુ

આ પણ વાંચો:  કોરોનાની દહેશત: શકિતપીઠ અંબાજીમાં પોષી પૂનમની શોભાયાત્રા રદ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">