Vadodara Rain : ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેરના રસ્તાઓના હાલ-બેહાલ, જુઓ Video
ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેરના રસ્તાઓના હાલ-બેહાલ થયા છે. રસ્તા પર ખાડા જ ખાડા છે.વાહનચાલકો કમરતોડ રસ્તા પર ચાલવા મજબૂર છે.
ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેરના રસ્તાઓના હાલ-બેહાલ થયા છે. રસ્તા પર ખાડા જ ખાડા છે.વાહનચાલકો કમરતોડ રસ્તા પર ચાલવા મજબૂર છે. ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તાઓ પર ખાડા પણ દેખાતા ન હોય. ત્યારે વાહનચાલકો ભયના ઓથાર નીચે રસ્તો પસાર કરે છે. વિપક્ષનો આક્ષેપ છે કે પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ યોગ્ય કામગીરી ન થતા અનેક જગ્યાએ રોડ ધોવાયા છે.
તો બીજી તરફ મનપાના સત્તાધીશો સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. વડોદરાના ડેપ્યુટી મેયરે કહ્યું કે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા છે. રસ્તાના સમારકામ માટે આદેશ આપી દેવાયા છે.ટૂંક સમયમાં રસ્તાઓનું સમારકામ થશે.
Latest Videos
Latest News