સુરેન્દ્રનગર વીડિયો : થાનગઢના જોગસરમાં લુખ્ખા તત્વો બેફામ, કારખાના માલિક પાસે રોજની 20 હજાર ખંડણી માગી

સુરેન્દ્રનગર વીડિયો : થાનગઢના જોગસરમાં લુખ્ખા તત્વો બેફામ, કારખાના માલિક પાસે રોજની 20 હજાર ખંડણી માગી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 5:03 PM

સુરેન્દ્રનગરના થાનગઢના જોગસરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સિરામિક કારખાનેદાર પાસે રોજની 20 હજારની ખંડણી માગી હોવાનું સામે આવ્યુ છે. કારમાં આવેલા શખ્સોએ કારખાનાના વોચમેનને છરો બતાવી ધમકી આપી હતી.

રાજ્યમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢના જોગસરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સિરામિક કારખાનેદાર પાસે રોજની 20 હજારની ખંડણી માગી હોવાનું સામે આવ્યુ છે. કારમાં આવેલા શખ્સોએ કારખાનાના વોચમેનને છરો બતાવી ધમકી આપી હતી.

કારખાનેદાર સ્થળ પર ન હોવાથી વોચમેનને ધમકી આપી હતી. તેમજ શખ્સોએ કારખાનાના ગેટ સાથે કાર અથડાવીને ધમાલ કરી હતી. અસામાજીક તત્વોએ કારખાનેદારને કહ્યુ હતુ કે કારખાનું ચાલુ રાખવા રોજની 20 હજારની ખંડણી માગી છે. જેની જાણ કારખાનાના માલિકે પોલીસ ફરિયાદ કરતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ગુજરાતમાં કોઈ પહેલી નથી. આ અગાઉ પણ સુરતમાં વેપારી પાસે અસામાજીક તત્વોએ ખંડણી માગી હોવાની ઘટના સામે આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 12, 2024 02:38 PM
g clip-path="url(#clip0_868_265)">