સુરત : ઓલપાડમાં ડાંગરની મબલખ આવક, ખેડૂતોમાં ખુશહાલી છવાઇ, જુઓ વીડિયો

સુરત : ઓલપાડમાં ડાંગરની મબલખ આવક, ખેડૂતોમાં ખુશહાલી છવાઇ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 7:20 AM

સુરતના ઓલપાડમાં ડાંગરની મબલખ આવક થઈ છે. ખેડૂતોમાં ખુશહાલી છવાઇ છે. ચાલુ વર્ષે સહકારી મંડળીના ગોડાઉનમાં ઉનાળુ ડાંગરના પાકની 12 લાખ ગુણી જેટલી આવક થઇ છે.

સુરતના ઓલપાડમાં ડાંગરની મબલખ આવક થઈ છે. ખેડૂતોમાં ખુશહાલી છવાઇ છે. ચાલુ વર્ષે સહકારી મંડળીના ગોડાઉનમાં ઉનાળુ ડાંગરના પાકની 12 લાખ ગુણી જેટલી આવક થઇ છે.

આ વખતે ઉત્પાદનમાં 15થી 20 ટકાનો વધારો થયો છે અને તેના બે કારણ સૌથી મહત્વના માનવામાં આવી રહ્યા છે. પહેલું સિંચાઇ અને બીજું માવઠું છે. ખેડૂતોને સિંચાઇનું પાણી બરાબર મળ્યું અને સાથે માવઠાના કારણે પાકમાં હોપર્સ નામના રોગનું પણ ધોવાણ થયું છે. આ કારણે સારો પાક થયો છે. ચાલુ વર્ષે 25 જાન્યુઆરીથી 15 મે સુધી સતત કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પૂરતું પાણી છોડવામાં આવ્યું હતું.આ કારણે ડાંગરમાં એક વીઘે 25 મણ જેટલો વધુ ઉતારો આવ્યો છે. એક વીઘામાં 100થી 110 મણ ઉતારો આવ્યો હતો જેના કારણે ઓલપાડના ખેડૂતોને અંદાજિત 180 કરોડ રૂપિયાની આવક થશે.

મહત્વનું છે કે સુરતના ઓલપાડમાં મોટાપાયે ઉનાળુ અને ચોમાસુ ડાંગરની ખેતી થાય છે. આ વખતે 12 લાખ જેટલી ડાંગરની ગુણીની આવક થતા તાલુકાની સહકારી મંડળીઓ ગોડાઉન ભરાઇ ગયા છે. જે ગત વર્ષ કરતા 2 ગણી વધારે છે. ગત વર્ષે ઉનાળુ ડાંગરના ખેડૂતોને પ્રતિ મણ 464 રૂપિયા ચૂકવાયા હતા. હવે જો, સરકાર જો બહાર નિકાસ કરવાની મંડળીઓને છૂટ આપે તો વધુ ભાવ મળવાની સંભાવનાઓ છે.

g clip-path="url(#clip0_868_265)">