અમદાવાદઃ શિવરંજની નજીક અકસ્માતમાં યુવતીના મોતનો મામલો, કારચાલક ડૉક્ટરની ધરપકડ
ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે બેફામ કારચાલકે તેને અડફેટે લેતાં 50 મીટર સુધી ઢસડાઈ હતી અને યુવતી ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આરોપી કારચાલક ડૉક્ટર જોયન્સ મામેનની પોલીસે ધરપકડ કરી છે.
અમદાવાદના કેશવબાગ પાસે અકસ્માતમાં આશાસ્પદ ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું હતું. જેમાં પોલીસે બે દિવસ બાદ અકસ્માત સર્જનારને ઝડપી પાડ્યો છે. આરોપી કારચાલક ડૉક્ટર જોયન્સ મામેનની ધરપકડ કરી છે. બનાવની વાત કરીએ તો ગુરુવારના રોજ ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે બેફામ કારચાલકે તેને અડફેટે લેતાં 50 મીટર સુધી ઢસડાઈ હતી અને યુવતી ગંભીર ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, આ અકસ્માત એવો ઘાતક હતો કે યુવતી અકસ્માત બાદથી કોમામાં જતી રહી હતી અને આખા શરીર પર મલ્ટીપલ ફ્રેક્ચર થઈ ગયા હતા એટલું જ નહીં યુવતીને હાર્ટ એટેક પણ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આરોપી કારચાલક જોયન્સ જેમ્સની ધરપકડ કરી લીધી છે. જે આરોપી પણ ઓર્થોપેડિક ડોક્ટર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો