Sabarkantha: સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો, જુઓ Video

Sabarkantha: સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો, જુઓ Video

| Updated on: Oct 23, 2023 | 2:41 PM

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના મોત નિપજવાની ઘટના સતત સામે આવી રહી છે. યુવાનોમાં એક પ્રકારે ચિંતાનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લામાં એક મહિનામાં આ ત્રીજો બનાવ છે, કે યુવાન વયે હાર્ટએટેક આવવાથી મોત નુપજ્યુ હોય. ઈડર તાલુકાના સાબલવાડ ગામના એક ખેડૂતને ઘરમાં જ હોવા દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે. આ પણ […]

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના મોત નિપજવાની ઘટના સતત સામે આવી રહી છે. યુવાનોમાં એક પ્રકારે ચિંતાનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લામાં એક મહિનામાં આ ત્રીજો બનાવ છે, કે યુવાન વયે હાર્ટએટેક આવવાથી મોત નુપજ્યુ હોય. ઈડર તાલુકાના સાબલવાડ ગામના એક ખેડૂતને ઘરમાં જ હોવા દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે.

આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video

સાબલવાડ ગામના 42 વર્ષીય ખેડૂત યુવક ઘરમાં જ હતા, એ વખતે તેઓને અસ્વસ્થતા જણાઈ હતી અને એકાએક જ ઘરમાં ઢળી પડ્યા હતા. બેહોશ જેવી સ્થિતિમાં લાગતા પરિવારજનોએ તેમને તુરત જ ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનુ મોત નિપજ્યુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ. આ અગાઉ ગત ભાદરવી પૂર્ણિમાના દિવસે હિંમતનગરના 22 વર્ષીય યુવાન કેવિન રાવલનુ ઘરમાં જ ઢળી પડતા મોત નિપજ્યુ હતુ. અરવલ્લીમાં પણ પંદરેક દિવસ અગાઉ 35 વર્ષીય યુવક હાર્ટએટેકથી ઢળી પડતા મોતને ભેટયાના સમાચાર હતા.

 

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 23, 2023 02:40 PM
g clip-path="url(#clip0_868_265)">