સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લાનામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદને લઈ સ્થાનિક ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ હતી. આ દરમિયાન ગરમીના દિવસોની શરુઆતે જ કરા વરસવાને લઈ અનેક વિસ્તારોમાં સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.
ઠંડીના વિદાયના અને ગરમીના દિવસોની શરુઆતે જ સાબરકાંઠામાં જાણે કે બરફ વર્ષા થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે. વાત સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારની છે. આ વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ઘરના છત પર પણ સફેદ કરાની ચાદર પથરાવા લાગી હતી, તો સાથે જ ધોધમાર વરસાદ વરસવાને લઈ કરા છત પરથી સરકતા હોવાનો નજારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠા બેઠક પર BJP એ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, પ્રોફેસરની પસંદગી કરાઈ
તો વળી ખેતર અને રસ્તાઓ પર પણ કરાને લઈ સફેદ ચાદર છવાઈ ગઇ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, જમીન પર સફેદ ચાદર છવાયેલી જોવા મળી રહી છે. કાશ્મીર જેવો માહોલ ઇડર અને વડાલીના કેટલાક ગામડાઓમાં જોવા મળ્યો હતો. જેને લઈ આ વીડિયો અને તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 03, 2024 12:21 PM
Latest Videos