Aravalli: અરવલ્લીના માલપુર, મોડાસા અને મેઘરજ વિસ્તારમાં વરસાદ, ખેડૂતો અને ખેલૈયાઓની ચિંતા વધી, જુઓ Video
નવરાત્રીની શરુઆત થવા સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અરવલ્લીમાં સતત બીજા દિવસ વાતાવરણમાં પલટાની અસર જોવા મળી છે. રવિવારે પ્રથમ નોરતાની બપોર બાદ અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેલૈયાઓની ચિંતા પણ વધી ગઈ હતી. અરવલ્લીના માલપુર, મેઘરજ અને મોડાસા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ત્રણ તાલુકામાં વરસાદના ધોધમાર ઝાપટા પ્રથમ નોરતે જ વરસતા ખેલૈયાઓને વરસાદનુ વિઘ્ન સર્જાય નહીં એ ચિંતા સતાવી લાગી છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલ પર હમાસના હુમલાથી ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો દુઃખી, કેમ છે દિલમાં આટલો પ્રેમ? જાણો
મેઘરજના રામગડી, ભૂતિયા, લીંબોદ્રા વિસ્તારમાં. માલપુરના ગોવિંદપુર, સજ્જનપુરા, જીતપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મોડાસાના માલપુર રોડ અને આનંદપુરા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા. વરસાદને લઈ સોયાબીન અને મગફળીના પાકને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. હાલમાં ખેડૂતોએ મગફળીનુ ઉત્પાદન લણ્યુ હોવાને લઈ મગફળીનો તૈયાર પાક પલળવાની ચિંતા સતાવવા લાગી રહી છે.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ