Rain Forecast : આગામી 5 દિવસ અતિભારે ! ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજા ફરી ધમરોળશે, જુઓ Video
ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. 2 થી 4 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એક વાર મોટી આગાાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. 2 થી 4 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. 2 ઓગસ્ટે નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, સુરત સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે પણ કરી વરસાદની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી આપી છે. જે મુજબ આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.
મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ અને ઝાપટાની શકયતા છે. પંચમહાલના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે.