Dwarka Rain : ખંભાળિયામાં પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી, જુઓ Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભારે વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી મેઘરાજા ઓળઘોળ થતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભારે વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી મેઘરાજા ઓળઘોળ થતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
ખંભાળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે. ખંભાળિયા શહેરમાં 2 ઈંચ જેટલા વરસાદથી સોનીબજાર, લુહાર શાળ, મોચી શાળ, નગરગેટ, જોધપુરગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે.ખંભાળિયામાં 4 દિવસના વિરામ બાદ મેઘરાજાની તોફાની બેટિંગથી શહેરના રસ્તાઓ પર ધસમસતા પાણીના પુર વહેતા થયા છે.
24 કલાકમાં 213 તાલુકામાં ખાબક્યો વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ વરસ્યો છે.
11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ, રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.