Porbandar Video: નાથા ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ નોંધવા રબારી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી
પોરબંદરમાં નાથા ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ નોંધવા રબારી સમાજનું કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. ફરિયાદ નહીં નોંધાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પર આંદોલન અને રેલી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે ગત અઠવાડિયે મહેર અગ્રણી નાથા ઓડેદરાએ રમેશ છેલાણા વિશે ટિપ્પણી કરી હતી.
Porbandar: પોરબંદરમાં નાથા ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ નોંધવા રબારી સમાજનું કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. ફરિયાદ નહીં નોંધાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પર આંદોલન અને રેલી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે ગત અઠવાડિયે મહેર અગ્રણી નાથા ઓડેદરાએ રમેશ છેલાણા વિશે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી બાદ નાથા ઓડેદરાએ રમેશ છેલાણા વિરુદ્ધ કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે રમેશ છેલાણાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Porbandar Video: પૂર્વ પ્રમુખે પોતાના ભાઈને પાર્ટી પ્લોટ આપ્યો હોવાનો કોળી સમાજના આગેવાનોએ કર્યો આક્ષેપ.
તો બીજી તરફ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારીયા પર સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ લાગ્યાં હોવાનું સામે આવ્યુ હતુ.નવરાત્રીમાં પૂર્વ પ્રમુખે પોતાના ભાઇને ફાયદો કરાવવા માટે પાર્ટી પ્લોટની ફાળવણી કરી હોવાનો આરોપ લાગ્યો હતો.નવરાત્રીમાં ચોપાટી પાર્ટી પ્લોટની ફાળવણીને લઈ કોળી સમાજમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.