ધ કેરલા સ્ટોરી બાદ સેન્સેટીવ મુદ્દા પર આવી રહી છે વધુ એક ફિલ્મ, એક્ટર શેફાલી શાહના પતિએ કર્યો ખુલાશો
ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટરની ભારતીય અભિનેત્રી શેફાલી શાહ તેમજ તેમના પતિ અને પ્રોડ્યુસર અને અભિનેતા વિપુલ શાહ અમદાવાદ ખાતે યોજાયેલા પ્રવાસી ગુજરાતી પર્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શેફાલી શાહે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે અને આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કાર માટે નામાંકન સાથે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ફિલ્મ ક્ષેત્રની કેટલીક મહત્વની વાતો કહી હતી.
શેફાલી શાહની અભિનય કારકિર્દી 1993માં ટેલિવિઝન પર ડેબ્યૂ કરતા પહેલા ગુજરાતી મંચ પર શરૂ થઈ હતી. જે બાદ બોલિવુડમાં પોતાની ખ્યાતી મેળવી
શેફાલી શાહે પ્રવાસી ગુજરાતી પર્વમાં વાત કરતાં જણાવ્યું હતું કે, બોલિવુડ કે ઓટીટી પર જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે ઓડિયન્સ તમને તમારા નામથી નહીં પણ તમારા કેરેક્ટરના નામથી ઓળખે એ ઘણી મોટી વાત છે.
ગુજરાતી નાટક કરવાની ઈચ્છા તો ઘણી થાય છે પણ જ્યારે ગુજરાતી નાટકોની વાત આવે ત્યારે તેમાં ટાઈમ કમીટમેન્ટ આપવો જરુરી છે પણ હવે મને ડર બેસી ગયો છે કે હું અન્ય કામના કારણે તેમાં તેટલો ટાઈમના આપી શકું.
મારા માટે મારું કામ મારો જુનુન છે મને કામ કરવું ખુબ ગમે છે.
આ સાથે વધુમાં શેફાલી શાહના પતિ વિપુલ શાહે જણાવ્યું હતું કે, કેરેલા સ્ટોરી વખતે અમને ઘણા લેબલ લગાવવાની કોશીસ કરી પણ તમે સાચા ઈરાદા સાથે ફિલ્મ કરી રહ્યા છો ત્યારે કોઈથી ડરવાની જરુર નથી. મહાવનું છે કે વીપુલ શાહએ ડેલી શો ઓપેરા બનાવનાર અભિનેતા, નિર્માતા છે. ત્યારે તેમણે જણાવ્યું કે, જો મે નાટકો કર્યા જ ના હોત તો હું ઈન્ડસ્ટ્રીમાં હોત જ નહીં, નાટક ઘણુ સ્ટ્રોંગ ફોર્મેટ છે. બસ્તર ફિલ્મ 15 માર્ચે આવી રહી છે. જેમાં સમાજના સેનસેટીવ મુદ્દા પર વાત કરી છે.