Holi Celebration 2022: ગુજરાતમાં આ ગામડામાં આજે પણ અંગારા પર ચાલવાની પંરપરા, હોળી પર જાણો વિશેષ પરંપરા
ગુજરાતમાં કેટલાક ગામમાં આજે વર્ષો પછી પણ હોળી (Holi) પ્રગટાવ્યા બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા છે. વર્ષોથી આ અનોખી પરંપરા ચાલતી આવે છે.
દેશભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત (Gujarat) માં પણ હોલિકા દહનનો આ પર્વ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં કેટલાક ગામમાં આજે વર્ષો પછી પણ હોળી (Holi) પ્રગટાવ્યા બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા છે. વર્ષોથી આ અનોખી પરંપરા ચાલતી આવે છે. ગાંધીનગરના પાલજ, મહેસાણાની વિસનગર અને ખેડાના પલાણા ગામમાં આ વર્ષે પણ પરંપરા (Tradition) જોવા મળી.
ગાંધીનગરના પાલજ ગામમાં વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ધામધામપૂર્વક ઉજવણી કરી હતી. પાલજમાં 35 ફૂટ ઊંચી હોલિકાનું દહનમાં સૌ ભાવિક ભક્તો જોડાયા હતા. હોલિકા દહન કરી લોકો પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. પાલજમાં હોળી પ્રગટાવીને એના અંગરાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. ત્યારે આ વર્ષે પણ ધગધગતા અંગારાઓ પર લોકો ઉઘાડા પગે ચાલતા જોવા મળ્યા. જો કે લોકોની એવી આસ્થા છે કે આ અંગારા પર ચાલવાથી તેઓ દાઝતા નથી.
મહેસાણાના વિસનગરમાં લાછડી ગામમાં પણ હોળીની 100 વર્ષ જૂની પરંપરા મુજબ ઉજવણી કરાઈ. 100 વર્ષથી અહીં અંગારા પર ચાલીને હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે. હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલ્યા હતા. આ પરંપરાને નિહાળવા માટે લોકો દૂરદૂરથી આવે છે. ગામના લોકોનું કહેવું છે કે, આ પ્રથા વર્ષોથી ચાલે છે.
ખેડાના પલાણા ગામમાં પણ હોલિકા દહન કરાયું હતું. જો કે પલાણા ગામમાં હોળીની અનોખી પરંપરા છે. અહીં હોળી પ્રગટાવ્યા બાદ લોકો અંગારામાં ચાલે છે. પલાણામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે. આ દ્રશ્યને નિહાળવા ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ પરંપરાને અનુસરવા પાછળ ક્યાંક મનોકામના પૂર્ણ થતી હોવાનું જાણવા મળે છે. તો ક્યાંક માનતા પૂર્ણ થયા પછી લોકો અંગારા પર ચાલતા હોવાનું જાણવા મળે છે. કહેવાય છે કે આ અંગારા પર ચાલવાથી કોઇ ઇજા કે કઇ થતુ નથી. જો કે ટીવી 9 આ વાતને પ્રોત્સાહન આપતુ નથી.
આ પણ વાંચો-
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી કરી આગાહી, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે, ચોમાસુ આ મહિનાથી બેસશે
આ પણ વાંચો-