Ahmedabad: AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી, 102 ડિફોલ્ટર્સ પાસેથી અંદાજે 300 કરોડથી વધુનો ટેક્સ બાકી

એએમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ ભરનારને અનેક પ્રોત્સાહક યોજના આપવા છતાં કરદાતાઓ ટેક્સ ભરવા ઉદાસીનતા દાખવી રહ્યા છે. કોર્પોરેશનના ચોપડે હજુ કરોડો રૂપિયાના લેણા બાકી નીકળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 8:27 AM

અમદાવાદ (Ahmedabad)માં ટેક્સ નહીં ભરનાર ડિફોલ્ટર્સ (Defaulters) ની યાદી જાહેર કરવામાં આવી છે. AMC દ્વારા જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ પ્રોપર્ટી ટેક્સ (Property tax) ના 102 ડિફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે અને તેમની પાસેથી અંદાજે 300 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. આ ડિફોલ્ટરોમાં રેલવે, જૂની બંધ કેલિકો મિલ, પ્રસાદ મિલ અને અમૃતા મિલનો ડિફોલ્ટરોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

એએમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ ભરનારને અનેક પ્રોત્સાહક યોજના આપવા છતાં કરદાતાઓ ટેક્સ ભરવા ઉદાસીનતા દાખવી રહ્યા છે. કોર્પોરેશનના ચોપડે હજુ કરોડો રૂપિયાના લેણા બાકી નીકળે છે. કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા 102 ડિફોલ્ટરોની યાદી એએમસીએ જાહેર કરી છે. 102 ડિફોલ્ટરોનો 325 કરોડથી વધુનો ટેક્સ વસુલવાનો બાકી છે. સૌથી વધુ શહેરમાં બંધ થયેલી ટેકસટાઇલ મિલોનો ટેક્સ બાકી છે. ખાનગી પ્રોપર્ટી ઉપરાંત સરકારી પ્રોપર્ટીઓનો પણ મોટાપાયે ટેકસ ભરવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હસ્તકની પ્રોપર્ટીઓનો પણ કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે.

સૌથી વધુ કેલિકો મિલ કાંકરિયાનો 45.89 કરોડ, સરસપુરની અમૃતા મિલની પ્રોપર્ટીનો 30.75 કરોડ, રાજ્ય સરકારની માલિકીના ટ્રાન્સ સ્ટેડિયા સ્પોર્ટ કોમ્પલેક્ષનો 6 કરોડ, કેલિકો મિલ દરિયાપુર 24 કરોડ, કાલુપુર રેલવે સ્ટેશન 11 કરોડ, રાયખડ પ્રસાદ મિલનો 8 કરોડ, ન્યુ ગુજરાત સિન્થેટિક લિમિટેડનો 10.78 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે. એએમસીએ પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર ડિફોલ્ટરોના નામ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જે મિલો અને ખાનગી કંપનીઓ બંધ થઇ અને લિક્વિડેટરમાં ગઈ છે તેમનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા એએમસીએ લિક્વિડેટર કચેરીમાં ક્લેમ કર્યો છે. જ્યારે લિક્વિડેટર દ્વારા મિલોનું વેચાણ થશે ત્યારે તેના નાણાંમાંથી કોર્પોરેશનનો ટેક્સ વસૂલ કરવામાં આવશે.

કેટલીક બાબતોમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેથી તેની સામે એક્શન લઈ શકાતી નથી. જ્યારે સરકારી કચેરીઓ અને એકમોના બાકી ટેક્સ બાબતે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. કારણ કે સરકારી એકમો સામે પણ એએમસી કોઈ પગલાં ભરી શકતી નથી. અન્ય એકમો સામે એએમસી દ્વારા પ્રોપર્ટી સીલીંગ કરવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનામાં એએમસીએ 15800 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે.

પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર મોટા ડિફોલ્ટરોના નામ

એકમનું નામ                  બાકી રકમ

 

  1. કેલિકો મિલ કાંકરિયા –    45.89 કરોડ
  2. અમૃતા મિલ સરસપુર-    30.75 કરોડ
  3. રતિલાલ નાથાલાલ નરોડા-   26.12 કરોડ
  4. કેલિકો મિલ દરિયાપુર-      24 કરોડ
  5. શેઠ મંગળદાસ એન્ડ બ્રધર્સ-   18.83 કરોડ
  6. ગાંધી કોર્પોરેશન-            12.28 કરોડ
  7. ટ્રાન્સ સ્ટેડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-   6 કરોડ
  8. કાલુપુર રેલવે સ્ટેશન-       12.85 કરોડ
  9. વેસ્ટર્ન રેલવે DRM ઓફીસ-    1.16 કરોડ
  10. એકલવ્ય સ્પોર્ટ એકેડેમી જીસીએ-  91.51 લાખ
  11. અદાણી ગેસ-     4.78 કરોડ
  12. એન્ટી હાઉસ જહાંગીર મિલ કમ્પાઉન્ડ-  1.61 કરોડ
  13. ચંચલ પાર્ટી પ્લોટ-         2 કરોડ
  14. આસ્થા ઉપવન-     2 કરોડ
  15. શિવ શક્તિ પાર્ટી પ્લોટ-     1.85 કરોડ
  16. મંગુબા પાર્ટી પ્લોટ- 1.26 કરોડ
  17. ટેલિકોમ ભવન નવરંગપુરા-       1.16
  18. સ્નેપડીલ કુરિયર-     1.56 કરોડ
  19. શેલ્બી હોસ્પિટલ એસજી હાઇવે-   3.98 કરોડ
  20. બ્લુ લગૂન પાર્ટી પ્લોટ-     1 કરોડ

 

આ પણ વાંચો-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી કરી આગાહી, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે, ચોમાસુ આ મહિનાથી બેસશે

આ પણ વાંચો-

દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો- શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે સાંભળો TV9ને શું કહ્યુ બાપુએ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">