Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ : કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ગમે ત્યારે તૂટી પડશે વરસાદ, ઠંડીનું જોર વધશે

બ્રેકિંગ ન્યૂઝ : કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ગમે ત્યારે તૂટી પડશે વરસાદ, ઠંડીનું જોર વધશે

| Updated on: Jan 08, 2024 | 12:38 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માંડ શિયાળાની મઝા માણી રહ્યા હતા ત્યાં વળી એક માવઠાની આગાહી આવીને ઊભી રહી ગઈ છે. હવે ફરીથી 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે.સતત 3 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 2023માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખtબ જ નુકસાન થયું હતું, ત્યારે 2024ની શરૂઆતમાં જ ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારવા માટે તૈયાર છે.

ગુજરાતમાં ભર શિયાળે માવઠાનું સંકટ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સળંગ વરસાદ વરસશે. આજથી સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

ત્રણ દિવસ દરમિયાન પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. 10મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વધારે છે.

બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી

ગુજરાતમાં બે દિવસ ઠંડીના પારામાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ બે દિવસ બાદ આખા ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે.હાલ અરબી સમુદ્રમાં એક ટ્રફ બની રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવના છે. ગુજરાતમાં તાપમાન સ્ટેબલ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. જે બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને અસર થશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">