Narmada Dam Video: સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 15 સેમીનો વધારો, ડેમની જળ સપાટી 130.24 મીટરે પહોંચી

Narmada Dam Video: સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 15 સેમીનો વધારો, ડેમની જળ સપાટી 130.24 મીટરે પહોંચી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 3:55 PM

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે.

Narmada : ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું (Rain) જોર ઘટી રહ્યુ છે. જો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 79 ટકા વરસાદ વરસી ગયો છે. ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતા ગુજરાતના જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ રહી છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. પાણીની આવક થતાં નર્મદા ડેમની જળ સપાટી 130.24 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમમાં 67 હજાર 615 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.

આ પણ વાંચો- Tender Today : CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર

નર્મદા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">