Cyclone Biparjoyની સ્થિતિને લઈ કચ્છનો મુન્દ્રા પોર્ટ ખાલી કરાયો, તમામ ગતિવિધી 17 જૂન સુધી રહેશે બંધ, જુઓ Video
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છનો મુન્દ્રા પોર્ટ પણ ખાલી કરાયો છે. પોર્ટ પર તમામ ગતિવિધી 17 જૂન સુધી બંધ કરાઇ છે. વાવાઝોડાને પગલે તંત્રએ કંડલા પોર્ટ ખાલી કરાવ્યો હતો, જે બાદ કચ્છનો મુન્દ્રા પોર્ટ પણ ખાલી કરાયો છે.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છનો મુન્દ્રા પોર્ટ પણ ખાલી કરાયો છે. પોર્ટ પર તમામ ગતિવિધી 17 જૂન સુધી બંધ કરાઇ છે. મોટા વહાણોને સલામત સ્થળે ખસેડાયા છે. ટ્રકો અને ભારે વાહનોને અન્ય સ્થળે ખસેડાયા છે. પોર્ટ પરથી તમામ લોકોને શેલ્ટરહોમમાં મોકલાયા છે. કચ્છનાં મુન્દ્રામાં પશુઓ માટે શેલ્ટર હોમ તૈયાર કરાયા. પશુઓની સારવાર માટે ખાનગી સંસ્થાઓએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પશુઓના રેસ્કયું માટે 20થી વધુ પશુ ચિકિત્સક અને સ્વયંસેવકોને સ્ટેન્ડબાય રખાયા છે.
આ પણ વાંચો: વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, કંડલા પોર્ટ ખાલી કરાવ્યો, જુઓ Video
વાવાઝોડાની સ્થિતિને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. પોરબંદરમાં સુભાષનગર વિસ્તારમાં લોકોનું 800થી 900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક લોકો સગા સબંધીઓના ઘરે પણ પહોંચી ગયા છે. તો રાજકોટના ધોરાજીમાં પણ કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો કચ્છ અને દેવભૂમિદ્વારકામાંથી પણ સ્થળાંતર કરવાની જરૂર પડી હતી. વાવાઝોડાને પગલે તંત્રએ કંડલા પોર્ટ ખાલી કરાવ્યો હતો જે બાદ કચ્છનો મુન્દ્રા પોર્ટ પણ ખાલી કરાયો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો