Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી 5 સાંસદને મળશે મંત્રીમંડળમાં સ્થાન, જાણો ક્યા સાંસદનો છે સમાવેશ, જુઓ Video
આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.આજે સવારે ભાજપના કેટલાક સાંસદોને ફોન આવ્યા છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર આવ્યા છે.
આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.આજે સવારે ભાજપના કેટલાક નેતાઓને ફોન આવ્યા છે. ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળશે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકરને મોદી 3.0 મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
તેમજ જે.પી.નડ્ડાને પણ મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળ્યુ છે. મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહ, સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને હાજર રહ્યાં છે. સી.આર.પાટીલ ગુજરાતની નવસારી બેઠકથી સૌથી વધુ લીડ સાથે જીત્યા હતા.
કોણ કેટલી વાર સાંસદ બન્યા
નવસારી લોકસભાના બેઠકના સાંસદ સી.આર.પાટીલ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. જ્યારે મનસુખ માંડવિયા પણ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. આ તરફ નિમુબેન બાંભણિયા પ્રથમ વખત સાંસદ બન્યા છે.