સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E – KYC માટે વહેલી સવારથી લાંબી કતારો, સિસ્ટમ ખોટવાતા સ્થાનિકો પરેશાન, જુઓ Video
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રાશન કાર્ડની E - KYC માટે જનસેવા કેન્દ્ર અને આધારકાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી છે. તો કેટલાક કેન્દ્રો પર સિસ્ટમ ખોટવાતા લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.
સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E – KYC માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી છે. જનસેવા કેન્દ્ર અને આધારકાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી છે. સિસ્ટમમાં ખામીઓના પગલે ફરી પ્રજા લાઈનમાં ઉભી રહેવા મજબૂર બની છે. જો કે વારંવાર સર્વર ઠપ થઈ જતા હોવાથી પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. આધારકાર્ડ અપડેટ ન હોય તો E KYC નથી થઈ રહ્યું. E KYC નહિ કરાવ્યું હોય તો રેશનકાર્ડના મળતા તમામ લાભો બંધ થઈ જશે.
દાહોદમાં KYC માટે રાતથી જ લાગી લાઈન
બીજી તરફ દાહોદમાં પણ KYC માટે તાલુકા પંચાયત કચેરી ખાતે રાતથી જ લાઈન લાગી છે. તાલુકા પંચાયતમાં KYCની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાથી લોકોમાં રોષ જોવા મળે છે. પોતાનો નંબર આવે તે માટે કડકડતી ઠંડીમાં લોકો લાઈન લગાવવા મજબૂર બન્યા છે. અવારનવાર KYC માટે ધક્કા ખાતા હોવાનો અરજદારોનો આક્ષેપ કર્યો છે. લાઈનમાં ઉભા હોવા છતાં કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે.