Gir Somnath : ઉનાના એક ગામમાંથી ઝડપાયો કેમિકલયુક્ત પીણાનો જથ્થો, સેમ્પલને FSLમાં મોકલાયા, જુઓ Video
ગીર-સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ભેભા ગામે મામલતદારની ટીમે દરોડા પાડીને એક મકાનમાંથી કેમિકલયુક્ત પીણાનો જથ્થો જપ્ત કર્યો છે. કેમિકલયુક્ત નશીલા પદાર્થના વેચાણ અંગે બાતમી મળ્યા બાદ કલેક્ટરની સૂચનાથી મામલતદારની ટીમે ભેભા ગામે દરોડા પાડ્યા હતા.

કલેકટર ગીર સોમનાથ દિગ્વીજય સિહ જાડેજા ને બાતમી મળી હતી કે, ઉના તાલુકાનાં ભેભા ગામે ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત ભેળસેળ વાળો નશીલો પદાર્થ વેયાય છે. આ બાતમીને આધારે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના પ્રમાણે ઉના મામલતદાર અને તેઓની ટીમ દ્વારા ઉના તાલુકાના ભેભા ગામે એક મકાનમાં અચાનક રેડ કરી તપાસ કરતા કેમિકલ યુક્ત પદાર્થ ભરેલી 62 જેટલી કોથળીઓ અને 89 શંકાસ્પદ કોથળીઓ અને 500 ગ્રામ જેટલો સફેદ પદાર્થ મળી આવ્યો હતો.
આ અંગે ઉના મામલતદાર ડી.કે.ભીમાણી અને તેઓની ટીમ દ્વારા ઉના પોલીસને જાણ કરી પંચનામું કરી ઉપરોક્ત જથ્થો PSI આર.પી.જાદવ ને સોંપવામાં આવ્યો હતો. આ નશીલા પદાર્થ પ્રવાહી પાવડર વગેરેને FSLમા મોકલવામાં આવ્યા છે.બીજી તરફ જે મકાનમાંથી કેમિકલ યુક્ત શંકાસ્પદ નશાકારક જથ્થો મળી આવ્યો, તે ઘરમાં રહેતા બે સગ્ગા ભાઈઓ નાસી ગયા હતા.