અમદાવાદ વીડિયો : સરખેજમાં કપિરાજના ટોળાએ મચાવ્યો આતંક, 30 લોકો પર હુમલાની ફરિયાદ નોધાઈ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે.એક મહિનાથી સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારમાં કપિરાજે ઉપદ્રવ મચાવ્યો છે. સરખેજ વિસ્તારમાં 5 દિવસથી કપિરાજની ટોળીનો ત્રાસ વધ્યો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે.એક મહિનાથી સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારમાં કપિરાજે ઉપદ્રવ મચાવ્યો છે. સરખેજ વિસ્તારમાં 5 દિવસથી કપિરાજની ટોળીનો ત્રાસ વધ્યો છે. કપિરાજનો આતંક વધતા લોકોમાં ફફડાટ જોવા મળ્યા છે. તો લોકોને લાકડીઓ લઈને ફરવાની ફરજ પડી છે
સરખેજમાં 30 લોકો પર હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિકોનું કહેવુ છે કે અનેક વાર વન વિભાગમાં ફરિયાદ કરવા છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ગામના લોકોએ શાળાએ જતા બાળકોને પણ હાથમાં ધોકા લઈને વાલીઓએ લેવા અને મુકવા જવાની ફરજ પડી છે.
તો બીજી તરફ મહેસાણાના ધરમપુર ગામમાં કપિરાજનો આતંક જોવા મળ્યો હતો. કપિરાજના હુમલા કરવાને લઈ ગામના લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે.ગામમાં 2 લોકોને કપિરાજે બચકાં ભરવાને લઈ ગામના લોકોને હવે ઘરની બહાર નિકળવુ પણ જાણે કે મુશ્કેલ બન્યુ છે.