Jamnagar શહેરને સ્માર્ટ સિટી બનાવવા તંત્રની કવાયત, પાયાની સુવિધાઓ અંગે હાથ ધરાયો સર્વે
ભાજપ સરકારે વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્માર્ટ સિટીમાં રોકાણ કરવાની યોજનાની વાત કરી હતી અને વર્ષ 2015 દરમિયાન આ યોજનાને લૉન્ચ પણ કરી દેવામાં આવી હતી.
જામનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બીજા તબક્કાનો પ્રારંભ શરૂ થયો છે. જેમાં શહેરીજનોના મંતવ્યો માંગવામાં આવ્યા છે. શહેરની સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ અંગે સર્વે હાથ ધરાયો છે. આ ઓનલાઈન સર્વેમાં 17 વૈકલ્પિક સવાલો આપવામાં આવ્યા છે. જેમાં નાગરિકોએ પોતાના જવાબો સબમિટ કરવાના રહેશે. જવાબ આપ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અત્યાર સુધી પાંચ હજારથી વધુ નાગરિકોએ આ સર્વેમાં ભાગ લીધો છે.. તંત્રએ તમામ શહેરીજનોને આ સર્વેમાં ભાગ લઇ શહેરને સ્માર્ટસીટી બનાવવામાં મદદરૂપ થવા અપીલ કરી છે.
ભાજપ સરકારે વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્માર્ટ સિટીમાં રોકાણ કરવાની યોજનાની વાત કરી હતી અને વર્ષ 2015 દરમિયાન આ યોજનાને લૉન્ચ પણ કરી દેવામાં આવી હતી. સરકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે સ્માર્ટ સિટીને એક લાઇનની વ્યાખ્યામાં સમજાવી શકાય તેમ નથી. પરંતુ સરકારે દાવો કર્યો હતો કે શહેરી જનજીવન સુધારવા માટે તેઓ રકમ ફાળવશે. આ યોજના અંતર્ગત 100 શહેરોની પસંદગી કરવાની હતી કે જેમાં નવીન ટૅકનૉલૉજીનો ઉપયોગ કરી વિકાસ કરવાનો હતો. આ શહેરોમાં માત્ર ઊંચી-ઊંચી ઇમારતો જ નહીં હોય, પણ પાણી બચાવવાં, કચરાના નિકાલ, ટ્રાફિક જેવી સમસ્યાઓનું પણ ટૅકનૉલૉજીની મદદથી નિવારણ શક્ય બનશે.
સરકારની આ યોજના અંતર્ગત સ્માર્ટ સિટીની દોડમાં ગુજરાતના સાત શહેરો પણ છે. ગુજરાતમાં સ્માર્ટ સિટી બનાવવા માટે અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ, રાજકોટ અને ગાંધીનગર સાથે હવે જામનગર પણ રેસમાં છે. ત્યારે જામનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરુ કરી દેવામાં આવી છે.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
