Kutch: ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પાણી પાણી, દર્દીઓને ભારે હાલાકી, જુઓ Video
કચ્છ (Kutch) જિલ્લામાં પણ ધોધમાર વરસ્યો છે. ભુજમાં 4 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જો કે ધોધમાર વરસાદના (Rain) પગલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પણ પાણી પાણી થઇ ગઇ છે.
કચ્છમાં (Kutch) વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભૂજ, અંજાર, ગાંધીધામ, નખત્રાણા પંથકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને (Rain) પગલે વિવિધ વિસ્તારોમાં મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે. ઢીંચણસમા પાણીમાં ભુજવાસીઓ અટવાઇ ગયા હતા. તો બીજી તરફ ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં (GK General Hospital) પણ ભરાઇ ગયા છે. જે પછી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હોસ્પિટલમાં પાણીથી તરબતર
ચોમાસુ શરુ થતા જ આખા રાજ્યને મેઘરાજા ધમરોળી રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસ્યો છે. ભુજમાં 4 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જો કે ધોધમાર વરસાદના પગલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પણ પાણી પાણી થઇ ગઇ છે. હોસ્પિટલમાં બેઝમેન્ટનો ભાગ થોડા વરસાદમાં જ પાણીથી ભરાઇ ગયો છે. હોસ્પિટલના તમામ વિભાગોમાં મોટી માત્રામાં પાણી ભરાઇ ગયા છે. તેને દુર કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
જી.કે. જનરલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે હાલમાં ઇમરજન્સીના પગલે હોસ્પિટલમાં પાણી ભરાયા હોવા છતા દર્દીઓએ આવવુ પડે છે. હોસ્પિટલમાં પાણી ભરાયેલા હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષો ચોમાસામાં આ જ પ્રકારની હાલાકી દર્દીઓને ભોગવવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ અને સ્થાનિકો અહીં અવ્યવસ્થાને કારણે પાણી ભરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ

આ 4 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, ધનલાભના સંકેત

ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આ જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી

BZ ફાઇનાન્સ કેસ: CID ક્રાઇમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ, જુઓ Video
